Fri Aug 28 2026

Logo

જૂન મહિનામાં પાંચ મોટા ગ્રહો બદલશે ચાલ, આ પાંચ રાશિના જાતકો પર થશે ધનવર્ષા અને પ્રગતિ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-05-27 16:22:02
Author: Darshana Visaria
જૂન મહિનામાં પાંચ મોટા ગ્રહો બદલશે ચાલ, આ પાંચ રાશિના જાતકો પર થશે ધનવર્ષા અને પ્રગતિ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

દ્રિક પંચાંગ અનુસાર, વર્ષ 2026નો જૂન મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ અને અદભુત સાબિત થવાનો છે. આ મહિનાની શરૂઆત જ દેવગુરુ બૃહસ્પતિના કલ્યાણકારી ગોચરથી થશે. જૂન મહિનામાં એક પછી એક એમ કુલ પાંચ મોટા ગ્રહો પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે, જેને કારણે ગ્રહોની એક અનોખી યુતિ સર્જાશે. જ્યોતિષીઓના મતે, આ ગ્રહોનું ગોચર કેટલીક ચોક્કસ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ, નાણાકીય લાભ અને વ્યવસાયિક સફળતા લઈને આવી રહ્યું છે.

મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યે જૂન મહિનામાં થનારા મુખ્ય ગ્રહ ગોચર વિશે વાત કરતાં જણાવ્યું હતું કે બીજી જૂનના ગુરુ (બૃહસ્પતિ) નું કર્ક રાશિમાં મોટું ગોચર થશે. આ ગોચર છ દિવસ બાદ એટલે કે આઠમી જૂનના શુક્ર દેવ પણ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 15મી જૂનના રોજ ગ્રહોના રાજા સૂર્ય દેવ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. 21મી જૂનના ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે અને અંતમી બાવીસમી જૂનના બુધ દેવ કર્ક રાશિમાં પ્રવેશ કરીને સૂર્ય સાથે બુધાદિત્ય યુતિ બનાવશે. આમ જૂન મહિનામાં થઈ રહેલાં ગોચરને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. 

*વૃષભઃ*
વૃષભ રાશિના જાતકો માટે જૂન મહિનો આર્થિક અને વ્યાવસાયિક દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે. નોકરી કરતા વ્યક્તિઓને કાર્યસ્થળ પર કોઈ નવી અને મોટી જવાબદારી અથવા પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ સોંપવામાં આવી શકે છે. બિઝનેસ કરતા લોકોને નાણાકીય બાબતોમાં મોટી રાહત મળશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને લાંબા સમયથી અટકેલા પૈસા પણ પાછા મળી જશે.

*સિંહઃ*
સૂર્ય અને મંગળનો શુભ પ્રભાવ તમારા આંતરિક સંકલ્પ અને આત્મવિશ્વાસને બમણો કરશે. આ મહિને તમને કોઈ મોટા અને શુભ સમાચાર મળી શકે છે. કાર્યક્ષત્રે કરેલી મહેનત આખરે રંગ લાવશે. નોકરી કે કારકિર્દીમાં સકારાત્મક ફેરફારો થવાના મજબૂત સંકેતો છે. આ સિવાય જમીન, મકાન કે નવું વાહન ખરીદવાનું તમારું વર્ષો જૂનું સપનું આ મહિને સાકાર થઈ શકે છે.

*મિથુનઃ*
જૂન મહિનાનું ગ્રહ ગોચર મિથુન રાશિના જાતકો માટે આર્થિક સમૃદ્ધિના નવા માર્ગો ખોલશે. તમે તમારા બેંક બેલેન્સ અને બચતને વધારવામાં સફળ રહેશો. ભૂતકાળમાં ક્યાંય અટકેલા કે ફસાયેલા નાણાં અચાનક પરત મળી શકે છે. વેપારમાં અગાઉ બનાવેલી યોજનાઓ હવે યોગ્ય દિશામાં આગળ વધશે અને બમણો નફો આપશે. દાંપત્યજીવનમાં મધુરતા અને સંવાદિતા પ્રબળ રહેશે.

*કર્કઃ*
દેવગુરુ બૃહસ્પતિ તમારી જ રાશિમાંથી ગોચર કરી રહ્યા હોવાથી આ સમયગાળો તમારા માટે સુવર્ણકાળ સમાન સાબિત થશે. દસમા ભાવમાં સૂર્યનો પ્રભાવ અને લગ્નમાં ગુરુનું સ્થાન હોવાથી નોકરીમાં પ્રમોશન  અને પગાર વધારાની પ્રબળ શક્યતાઓ છે. આવકના અન્ય વધારાના સ્ત્રોતો પણ વિકસિત થશે. મહિનાનો ઉત્તરાર્ધ  તમારા માટે કોઈ બહુ મોટી ખુશખબર લઈને આવી શકે છે.

*ધનઃ*
ધન રાશિના જાતકો માટે આ મહિનો કરિયર અને નાણાકીય બાબતોમાં નવી સિદ્ધિઓ હાંસલ કરવાનો રહેશે. આકસ્મિક નાણાકીય લાભ થવાના મજબૂત સંકેતો છે. જો તમે શેરબજાર કે અન્ય પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમય એકદમ યોગ્ય છે. જે યુવાનો લાંબા સમયથી નવી નોકરી અથવા રોજગારની તલાશમાં છે, તેમને આ મહિને મોટી કંપનીઓ તરફથી આકર્ષક ઓફર મળી શકે છે.