Thu Apr 30 2026

Logo

24 કલાક બાદ મીન રાશિમાં રચાઈ રહ્યો ચતુર્ગ્રહી યોગ, ચાર રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે વૃદ્ધિ...

2026-04-10 16:10:57
Author: Darshana Visaria
Article Image

વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવતીકાલ એટલે કે 11મી એપ્રિલ 2026ના રોજ ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ દેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. બુધના આ ગોચરથી મીન રાશિમાં એક અત્યંત દુર્લભ અને શક્તિશાળી ચતુર્ગ્રહી મહાયુતિ સર્જાવા જઈ રહી છે. આ ચતુર્ગ્રહી યોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થઈ રહ્યો છે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર મીન રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય, બુદ્ધિના કારક અને ગ્રહોના રાજકુમાર બુધ, ન્યાયદેવતા શનિ અને સાહસના કારક મંગળ એકસાથે બિરાજમાન થશે. જેને કારણે ચ આ દુર્લભ સંયોગથી 11મી એપ્રિલ બાદ અમુક રાશિના જાતકોને ઓછા પ્રયત્નોમાં મોટી સફળતા અને અચાનક ધનલાભ થઈ શકે છે. 

વૃષભ: 
વૃષભ રાશિના જાતકો માટે આ યુતિ શુકનિયાળ રહેશે. આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળશે અને બેંક બેલેન્સ વધશે. નવું ઘર કે વાહન ખરીદવાના યોગ છે અને કુંવારા જાતકોને જીવનસાથી મળી શકે છે.

મિથુન: 
મિથુન રાશિના જાતકો માટે સમય એકદમ અનુકૂળ અને લાભ કરાવનારો રહેશે. આ સમય નોકરી કરી રહેલાં જાતકો માટે એકદમ ગોલ્ડન પીરિયડ સાબિત થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને કાર્યસ્થળ પર પ્રમોશનના સંકેત છે. નવી નોકરીની શોધમાં રહેલા લોકોને સફળતા મળશે અને પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે.

કન્યા: 
કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો અપરંપાર લાભ કરાવનારો સાબિત થઈ રહ્યો છે. આ સમયે તમારા ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે અને તમે રાજા જેવું જીવન માણશો. લાંબા ગાળાના રોકાણથી મોટો ફાયદો થશે અને વેપારમાં સારો નફો મળવાની શક્યતા છે. ખર્ચ વધવા છતાં લક્ઝરી વસ્તુઓની કમી નહીં વર્તાય.

મીન: 
મીન રાશિમાં જ આ ખાસ યુતિ થઈ રહી હોવાથી આ રાશિના જાતકોને થોડો વધારે લાભ થઈ રહ્યો છે. આ સમયે તમારી પર્સનાલિટી થોડી વધારે આકર્ષક બનશે. વાણીમાં મધુરતા આવશે, જેનાથી લોકો તમારા પ્રત્યે આકર્ષિત થશે. અટકેલા સરકારી કામો પૂરા થશે અને વિદેશમાં શિક્ષણ કે નોકરીની ઈચ્છા રાખનારાઓ માટે તક મળશે.