Wed Sep 16 2026

Logo

રામ મંદિર દાન ચોરી પ્રદર્શન વિવાદ, રાહુલ ગાંધી પર એફઆઈઆર બાદ કોંગ્રેસ બચાવમાં ઉતરી

2026-08-02 22:07:12
Author: Chandrakant Kanoja
રામ મંદિર દાન ચોરી પ્રદર્શન વિવાદ, રાહુલ ગાંધી પર એફઆઈઆર બાદ કોંગ્રેસ બચાવમાં ઉતરી

નવી દિલ્હી : રામ મંદિર દાન ચોરી કેસનો દૂરઉપયોગ અંગે વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને વિપક્ષી સાંસદો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેની બાદ હવે કોંગ્રેસ નેતા પવન ખેડાએ રવિવારે આ ફરિયાદનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું ભાજપ સરકાર મુદ્દાનું નિરાકરણ લાવવાના બદલે તેને અવગણી રહી છે. 

લોકોની શ્રદ્ધા સાથે વિશ્વાસઘાત  કરવામાં આવ્યો 

રાજ્યસભાના સાંસદ પવન ખેડાએ જણાવ્યું હતું કે સરકાર મંદિરના દાન અંગેના આરોપોને અવગણીને વિપક્ષી નેતાઓ સામે કેસ દાખલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર સનાતન ધર્મ સંબંધિત મુદ્દાઓ પર પપ્પુ યાદવ અને અન્ય નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર  નોંધી રહી છે. તે ભૂલી જાય છે કે જ્યારે ચંપત રાય અને તેમની ગેંગ દ્વારા દાનની  ચોરી કરે છે  ત્યારે તે સનાતન ધર્મનું અપમાન નથી. લોકોની શ્રદ્ધા સાથે વિશ્વાસઘાત  કરવામાં આવ્યો છે. 

રામ મંદિર દાનમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો

આ સમગ્ર વિવાદની શરૂઆત સંસદ પરિસરથી થઇ હતી. જેમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે મંદિરના પૂજારીના વેશમાં  અને અન્ય વિપક્ષી સાંસદોએ દાનપેટી સાથે પ્રતીકાત્મક પ્રદર્શન કર્યું હતું. જેમાં રામ મંદિરના દાનમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 

ભાજપના નેતાઓએ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

જેની બાદ  બાંસુરી સ્વરાજ સહિત ભાજપના નેતાઓએ દિલ્હીમાં વિપક્ષી નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં હિન્દુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો. વારાણસીમાં પણ  પપ્પુ યાદવ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવામાં આવી છે.