Fri Aug 14 2026

Logo

આસામના પૂર પર ભડકી રાખી સાવંત: કંગના રણૌત અને રવિ કિશનને સંભળાવી ખરીખોટી

2026-08-05 17:59:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ રાખી સાવંત અને કંગના વચ્ચે જાણે શબ્દોની કોલ્ડવૉર શરૂ થઈ ગઈ હોય એવો માહોલ છે. કંગના રણૌત સામે નિવેદન આપે પછી રાખી સામે સવાલો કરીને માહોલને ગરમ કરી દે છે. આ વખતે વિષય બદલ્યો પણ અંદાજ ફરી એ જ જોવા મળ્યો છે. આસામમાં વિનાશકારી પૂરના કારણે લોકોની હાલત ખરાબ થઈ ચૂકી છે. અનેક એવા સેલેબ્સ મદદ કરવા માટે દોડી ગયા છે પણ રાખીએ કંગના અન રવિ કિશનને લઈને મસમોટા સવાલ કર્યા છે. બંન્નેને ટોણો મારતા કહ્યું હતું કે, ચુગલી કરવાનું અને ડાન્સ કરવાનું ખતમ થઈ ગયું હોય તો જઈને લોકોની મદદ કરો.

ડાન્સ કરવાનું બંધ કરો અને દેશ સેવા કરો

રાખી સાવંતે કંગના અને રવિ કિશનને સવાલ કરતા કહ્યું હતું કે, તે ઓ આસામમાં પૂર પીડિતોની મદદ કરવા માટે કેમ નથી જતા? ચુગલી કરવાનું બંધ થયું હોય તો નેતાઓએ ત્યાં જઈને લોકોની મદદ કરવી જોઈએ. હકીકત એવી પણ છે કે, સલમાન ખાન અને રણદીપ હુડ્ડા જેવા કલાકારોએ ખાવા-પીવાની વસ્તુઓથી લઈને દવાઓ સુધીની વસ્તુઓ પહોંચાડવા માટે ટીમ તૈયાર કરીને મદદ કરી છે.

રવિ કિશન અંગે વાત કરતા કહ્યું કે, ડાન્સ કરવાનું બંધ કરો અને દેશ સેવા કરવાનો ચાન્સ છે તો જઈને દેશની સેવા કરો. આ ઉપરાંત રાખીએ રવિ કિશન પર ખોટું બોલવાનો પણ આરોપ મૂક્યો છે. પાપારાઝી સાથે વાતચીત કરતા રાખીએ કહ્યું કે, આસામની હાલત જોઈને દુઃખ થાય છે. આસામમાં જે પૂરના પાણી ફરી વળ્યા છે એ જોઈને હું ખૂબ જ અપસેટ છું. હું આપણી કંગનાને કહેવા માગુ છું કે,લોકો પર ટોણા મારવાનું બંધ થયું હોય તો તમારા જેટલા પણ નેતા છે એને કહો કે આસામ જાય. 

આ અમારો હક છે

રવિ કિશન જેઓ ડાન્સ કરી રહ્યા છે, જ્યાં દેશ કરવી જોઈએ  ત્યાં આ લોકો કેમ જતા નથી? આસામ કેમ જતા નથી? મણિપુરમાં આટલા પ્રોબ્લેમ ચાલી રહ્યો છે તો ત્યાં પણ કેમ જતા નથી. રવિ કિશન નાચવાનું બંધ કરો અને તમે એક સારા એક્ટર છો ઠીક છે પણ એક સાંસદ પણ છો. તમે ગોરખપુરના સાંસદ છો. ખોટું બોલો છો કે ગોરખપુર, સ્વિત્ઝરલેન્ડ છે. તમે ગોરખપુરના રસ્તા જુઓ અને ત્યાંની સ્થિતિ જુઓ. 

અમે ઠેકો લઈ રાખ્યો છે. હું સાંસદ નથી પણ હું એક સામાન્ય નાગરિક છું અને મેં પણ મત આપ્યો છે. તો ભાઈ અમારો હક છે કે, લોકતંત્રમાં અમારો અવાજ ઊઠાવવામાં પણ આવે. રણદીપ હુડા, સલમાન ખાન અને કાર્તિક આર્યનના નામ એવા સેલેબ્સમાં સામેલ છે જેમણે આસામ પૂરમાં લોકોની ખૂબ મદદ કરી છે. સલમાનની ચેરિટેબલ સંસ્થા 'બીઇંગ હ્યુમન' દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ચલાવી રહી છે. આ દરમિયાન કાર્તિક આર્યને આસામના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં એક કરોડનું દાન આપ્યું હતું. 

અગાઉ પણ આવું કહ્યું હતું

આયુષ્માન ખુરાના અને તેમની પત્નીએ પણ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં યોગદાન આપીને નાણાકીય સહાય પૂરી પાડી. રણદીપ હુડા ઘણા દિવસોથી આસામમાં લોકોને મદદ કરી રહ્યો છે.શિવસાગરમાં 'ગ્લોબલ શીખ' દ્વારા આયોજિત પૂર રાહત વિતરણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે રાશનનું વિતરણ કર્યું હતું અને લોકોને લંગર પીરસ્યું હતું. આસામમાં આવેલા પૂરને લઈને ઘણા સેલેબ્સે ઘણી બધી મદદ કરી છે. 

રાખીએ આ વર્તમાન મુદ્દાને લઈને બીજીવાર વાત કરી છે. આ વખતે એમની વાતમાં રવિ કિશનનો ઉલ્લેખ છે, જ્યારે અગાઉ માત્ર કંગનાની જ વાત હતી. આ વિષયને લઈ હજુ સુધી તો કંગનાએ કે રવિ કિશને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. પણ આ પહેલા કંગનાએ કહ્યું હતું કે, તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વિચારધારાથી પ્રેરિત છે અને સેવાકીય પ્રવૃતિથી વાકેફ છે.