Sun Sep 13 2026

Logo

રાજકોટમાં લોકમેળાનું ઉદ્ધાન, પહેલીવાર નેવીબેન્ડ રેલાવશે દેશભક્તિની સૂરમય સૂરાવલી

2026-09-02 20:59:00
Author: Mumbai Samachar Team
રાજકોટમાં લોકમેળાનું ઉદ્ધાન, પહેલીવાર નેવીબેન્ડ રેલાવશે દેશભક્તિની સૂરમય સૂરાવલી

રાજકોટઃ રાજકોટ શહેરમાં આયોજિત વિરાસત થી વિકાસ લોકમેળામાં ભારતીય નેવી બેન્ડ પરફોર્મન્સ આપશે. પાંચ દિવસીય લોકમેળામાં જાણીતા કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિ ગીત-સંગીતની રજૂઆત કરાશે.લોક મેળાની મોજ માણવા જિલ્લા વહીવટી તંત્રએ નાગિરકોને જાહેર નિમંત્રણ આપ્યું છે. પહેલીવાર વિશ્વભરમાં ઉત્કૃષ્ઠ પર ફોર્મન્સ માટે જાણીતું ભારતીય નેવીબેન્ડ પ્રથમ બે દિવસ દેશભક્તિના સૂર રેલાવશે. તેમજ મેળામાં રોજ બપોરે 3થી સાં 8 વો દમિયાન વિવિધ કલાકારો લોકસંગીત અને લોકગીતની રમઝટ બોલાવશે. 

સફાઈ કામદારોના હસ્તે ઉદ્ઘઘાટન

વિવિધ કલાકારો પોતાની જુદી-જુદી કલાને પ્રસ્તુતિ કરશે. લોકગાયક ગૌપાલ ભરવાડ, જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી, લોકપ્રિય ગાધિકા સાંવની ત્રિવેદી, જાણીતા કલાકાર ઉદય ધાંધલ, સાગર કાચા તથા દિવ્યેશ જેઠવા સહિતના કલાકારો રંગત જન્માવશે. આ સાથે મુલાકાતીઓને વિવિધ સ્ટોલ્સ મારફતે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને જાણવાનો પણ અવસર મળશે. કલાકારો દ્વારા વિચાર કરવામાં આવેલી વિવિધ વસ્તુઓ ખરીદવાની પણ નાગરિકોને તક મળશે. લોકમેળા સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રની લોકકૃત્તિ, વિરાસતો  અને વિકાસના સંગમરૂપ એવા જન્માષ્ટમીના વિરાસતથી વિકાસના લોકમેળાનું રેસકોર્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં સૌરાષ્ટ્ર ભરમાંથી તેમજ ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં લોકો આવશે. બુધવારે તા.2 સપ્ટેમ્બરના રોજ રાજકોટના લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસીય લોકમેળાનું સફાઈ કામદારોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જાહેર જનતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી દ્વારા ચકાસણી પ્રક્રિયા કડક બનાવવામાં આવતાં ઉદ્ઘાટનના 4 કલાક પહેલા સુધી રાઈડ્સને મંજૂરી આપવામાં આવી ન હતી. 

સુરક્ષા માટે AIની મદદ લેવામાં આવશે. 

રાજકોટ જિલ્લા ક્લેક્ટરને જણાવ્યું હતું કે, લોકોની સેફિટ એ પ્રાથમિકતા છે. પ્રજાની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે. સુરક્ષાના માપદંડથી ચકાસણી બાદ જ જે તે મોટી રાઈડ્સને મંજૂરી આપવામાં આવશે. આ 5 દિવસીય મેળામાં આ વર્ષે 10 લાખથી વધારે લોકો આવે એવો અંદાજ છે. 34 નાની-મોટી રાઈડ્સની મંજૂરી બાકી છે. હાલમાં રાઈડ્સની તપાસ ચાલું છે. જુદા જુદા અધિકારીઓ જે તે રાઈડ્સના ફિટનેસની તપાસ કરી રહ્યા છે.
પૂર્ણ રીતે ફીટ સાબિત થયા બાદ જ જે તે રાઈ્ડ્સ પ્રજા માટે શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત રૂ.2 કરોડનો ઇવેન્ટ કેન્સલેશનનો વીમો પણ લેવામાં આવ્યો છે. દરરોજ રાત્રે 11.30 વાગ્યા સુધી લોકમેળાનો આનંદ લોકો માણી શકશે. જોકે AI અને ડ્રોનની મદદથી થતા સર્વેલન્સમાં ક્રાઉડ વધી જશે તો પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે.