Tue Oct 06 2026

Logo

‘ઓપરેશન ત્રિનેત્ર’ અંતર્ગત મોટી કાર્યવાહી, ચિત્તોડગઢ પોલીસે ત્રણ ટ્રકો સાથે 1839 કિલો ગાંજો જપ્ત કર્યો

2026-09-25 09:54:39
Author: Vimal Prajapati
‘ઓપરેશન ત્રિનેત્ર’ અંતર્ગત મોટી કાર્યવાહી, ચિત્તોડગઢ પોલીસે ત્રણ ટ્રકો સાથે 1839 કિલો ગાંજો જપ્ત કર્યો

ઉદયપુરઃ રાજસ્થાનને નશા મુક્ત કરવામાં માટે અત્યારે ‘ઓપરેશન ત્રિનેત્ર’ ચાલી રહ્યું છે. આ ‘ઓપરેશન ત્રિનેત્ર’ અંતર્ગત ચિત્તોડગઢ પોલીસે મોટી કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ચિત્તોડગઢ પોલીસે ત્રણ ટ્રકોમાંથી 1839 કિલો અને 670 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. જેની આ ગાંજાની કિંમત કરોડોમાં હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે કે, રાજ્યમાં ચાલી રહેલા 'ઓપરેશન ત્રિનેત્ર' હેઠળ પોલીસે ડ્રગ્સની તસ્કરી વિરુદ્ધ આ એક મોટી કાર્યવાહી કરી છે.

ત્રણ ટ્રકો સાથે સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી

કાર્યવાહીની વાત કરવામાં આવે તો, પોલીસે ત્રણ ટ્રકો સાથે સાત આરોપીઓની ધરપકડ કરી છે. આ 1839 કિલો અને 670 ગ્રામ ગાંજાની બજાર કિંમત આશરે 4 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે આરોપીઓએ આ ગાંજો છુપાવવા માટે નવી રીત અપનાવી હતી. આ ગાંજાને અલગ અલગ પ્રકારના સામાનની આડમાં લઈ જવામાં આવી રહ્યો હતો. જો કે, પોલીસની બાજ નજરથી આ તસ્કરો બચી શક્યા નહીં.

કલર અને નર્સરીના છોડની આડમાં લઈ જવાતો હતો ગાંજો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, બે ટ્રકોમાં કલરની ડોલો અને એક ટ્રકમાં નર્સરીના છોડ  ભરવામાં આવ્યાં હતાં. જો કે, વાસ્તવમાં આમાં ગાંજો ભરીને લઈ જવામાં આવી રહ્યો હતો. જે રસ્તેથી આ ટ્રકો પસાર થઈ રહી હતી. તે જગ્યાએ પોલીસે નાકાબંધી કરીને તપાસ કરી રહી હતી. આ દરમિયાન આ ટ્રક ચાલકોએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી પોલીસને વધારે શંકા ગઈ અને તપાસ કરી ત્યારે તેમાંથી ગાંજો મળી આવ્યો હતો. 

આ સાત આરોપીઓની પોલીસે ધરપકડ કરી

આ કેસમાં પોલીસે જગદીશ જાત, સુરેશ રેગર, બંસીલાલ જાટ, રાજકુમાર ઉર્ફે રાજુ મેવાડા કલામ અને સદ્દામ શેખની ધરપકડ કરી લીધી હતી. આ સાથે રાયપુર અને ભીલવાડના રહેવાસી રાજમલ ઉર્ફે રાજુ જાટ અને દિનેશ લોહારની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. હવે આ ગાંજો ક્યાંથી આવી રહ્યો હતો અને કોને ડિલિવર કરવાનો હતો તે દિશામાં રાજસ્થાન પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.