Sun Sep 06 2026

Logo

તમિલનાડુમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર  કર્યા પ્રહાર, કહ્યું અમે સંસદમાં તેમને હરાવી દીધા

2026-04-18 17:08:00
Author: Chandrakant Kanoja
તમિલનાડુમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર  કર્યા પ્રહાર, કહ્યું અમે સંસદમાં તેમને હરાવી દીધા

તિરુવલ્લુર : લોકસભામાં મહિલા અનામત સબંધી ત્રણ બિલો શુક્રવારે નામંજૂર થયા છે. જે અંગે રાહુલ ગાંધીએ આજે તમિલનાડુના પોનેરીમાં એક રેલી દરમિયાન કેન્દ્ર સરકાર પર સીમાંકન દ્વારા દક્ષિણ રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટાડવાનું કાવતરું રચવાનો  આરોપ લગાવ્યો હતો. તેમજ કહ્યું પરંતુ વિપક્ષે તેમને હરાવી દીધા છે.

સીમાંકન દ્વારા દક્ષિણના રાજકીય શકિત ઘટાડવાનો ઉદ્દેશ 

રાહુલ ગાંધીએ તિરુવલ્લુર જિલ્લામાં આયોજિત એક રેલીમાં  જણાવ્યું હતું કે સંસદમાં રજૂ કરાયેલું તાજેતરનું બિલ મહિલા અનામતના નામે રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેનો સાચો ઉદ્દેશ્ય સીમાંકન દ્વારા દક્ષિણ અને નાના રાજ્યોની રાજકીય શક્તિને નબળી પાડવાનો હતો. 

તમિલ ભાષા અને સંસ્કૃતિ પર કોઈપણ હુમલો અસ્વીકાર્ય

આ ઉપરાંત રાહુલ ગાંધીએ આરએસએસ  અને ભાજપ પર તમિલનાડુની ભાષા, સંસ્કૃતિ અને ઓળખને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું,  મારો જન્મ તમિલનાડુમાં થયો નથી  છતાં હું અહીંના લોકો સાથે ઊંડો સંબંધ ધરાવું છું. તમિલ ભાષા અને સંસ્કૃતિ પર કોઈપણ હુમલો અસ્વીકાર્ય છે. 

દરેક રાજ્યને સમાન મહત્વ આપવું જોઈએ

તેમણે  જણાવ્યું કે ભારત રાજ્યોનું સંઘ છે, જ્યાં દરેક રાજ્યને સમાન મહત્વ આપવું જોઈએ અને તેને પોતાની ભાષા અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર હોવો જોઈએ. વડાપ્રધાનના "એક રાષ્ટ્ર, એક નેતા, એક ભાષા જેવા ખ્યાલોની ટીકા કરતા તેમણે દલીલ કરી કે આવા વિચારો બંધારણની મૂળભૂત ભાવનાની વિરુદ્ધ છે.