Sun Sep 06 2026

Logo

રાહુલ ગાંધીએ કહ્યું ઓબીસી, દલિત અને મુસલમાનોની સત્તા છીનવવાનો પ્રયાસ

2026-04-17 15:37:00
Author: Chandrakant Kanoja
રાહુલ ગાંધીએ કહ્યું ઓબીસી, દલિત અને મુસલમાનોની સત્તા છીનવવાનો પ્રયાસ

નવી દિલ્હી : સંસદમાં મહિલા અનામત બિલ અંગે ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાનો પક્ષ મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ સાચું મહિલા અનામત બિલ નથી. અમે મહિલા અનામત બિલનું સમર્થન કરીએ છીએ પરંતુ સીમાંકનનો વિરોધ કરીએ છીએ.  

તેઓ સીમાંકન નહીં થવા દે

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સંસદમાં પોતાની ઘટતી શક્તિને કારણે સરકાર ભયભીત છે. તેમણે દક્ષિણ ભારતના લોકોને આશ્વાસન આપ્યું હતું. તેમજ કહ્યું કે તેઓ સીમાંકન  નહીં થવા દે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ઓબીસી, દલિતો અને મુસ્લિમો પાસેથી તેમની સત્તા છીનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

મહિલા સશક્તિકરણ સાથે કોઈ લેવાદેવા નથી

આ ઉપરાંત રાહુલ ગાંધીએ જણાવ્યું કે,  આ મહિલા બિલ નથી. તેને મહિલા સશક્તિકરણ સાથે કોઈ લેવાદેવા નથી. આ બિલ દેશના ચૂંટણી નકશામાં ફેરફાર કરવાનો પ્રયાસ છે. આ એક એવો પ્રયાસ જેમાં ભારતની મહિલાઓનો ઉપયોગ એક  ઢાલ તરીકે કરવામાં આવી રહ્યો છે. તેમજ વર્ષ 2023 મહિલા બિલ પાછું લાવો અમે તેના અમલીકરણને સુનિશ્ચિત કરવામાં તમારી સહાય કરીશું.

ઓબીસી સમુદાયને સત્તા આપવાથી બચવાનો પ્રયાસ 

કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ઓબીસી સમુદાયને સત્તા અને પ્રતિનિધિત્વ આપવાથી બચવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ તેમનો સાચો એજન્ડા છે. સરકાર આગામી 15 વર્ષ સુધી જાતિ વસ્તી ગણતરી રાજકીય પ્રતિનિધિત્વના મુદ્દાથી સંપૂર્ણપણે અલગ રહે તે સુનિશ્ચિત કરવા માટે પ્રયાસ કરી રહી છે. ભાજપને તેની શક્તિમાં ઘટાડો થવાનો ડર છે.