કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિદ્યાર્થીઓ અને Gen-Z માટે યોજેલા 'Ask Me Anything' સેશન દરમિયાન પોતાની માતા સોનિયા ગાંધીની પ્રિય પેટ ડોગ 'નૂરી' (Noorie)ને વીડિયોમાં બતાવી હતી. સેશન દરમિયાન પ્રાણીઓ પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ પોતાને 'ડિરેક્ટ ડોગ પેરેન્ટ' નથી માનતા, પરંતુ તેમનું માનવું છે કે આ પૃથ્વી પર તમામ જીવોને માણસોની જેમ જ સન્માન, પ્રેમ અને પોતાપણું મેળવવાનો પૂરતો અધિકાર છે. હાલમાં સોશિયલ મીડિયા પર નૂરી ચર્ચાનો વિષય બની છે. ચાલો જાણીએ તેની બ્રીડ અને ખાસિયતો વિશે...
વીડિયોમાં રાહુલ ગાંધીએ હસતાં હસતાં કહ્યું હતું કે, નૂરીને આ રીતે કેમેરા સામે બતાવવાથી કદાચ તેમની માતા સોનિયા ગાંધી નારાજ થશે, પણ તેઓ પાછળથી તેમને મનાવી લેશે! આ વીડિયો વાઈરલ થતાં જ સોશિયલ મીડિયા પર 'નૂરી'ની ચર્ચા જોરશોરથી શરૂ થઈ ગઈ છે અને લોકો જાણવા માંગે છે કે તે કઈ પ્રજાતિ (બ્રીડ)ની છે.
સોનિયા ગાંધીની 'નૂરી' કઈ બ્રીડની છે?
રાહુલ ગાંધી પોતાની માતા સોનિયા ગાંધી માટે નૂરીને ગોવાથી એક સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે લાવ્યા હતા. નૂરી 'જેક રસેલ ટેરિયર' (Jack Russell Terrier) પ્રજાતિની ડોગી છે. આ બ્રીડ દુનિયાની સૌથી વધુ એક્ટિવ, સ્ફૂર્તિલી અને બુદ્ધિશાળી ડોગ બ્રીડ્સમાં ગણાય છે.
𝐓𝐨𝐝𝐚𝐲, 𝐍𝐨𝐨𝐫𝐢𝐞 𝐦𝐚𝐤𝐞𝐬 𝐡𝐞𝐫 𝐬𝐨𝐜𝐢𝐚𝐥 𝐦𝐞𝐝𝐢𝐚 𝐝𝐞𝐛𝐮𝐭. 🐾 ❤️
— Congress (@INCIndia) August 6, 2026
"𝑹𝒆𝒔𝒑𝒆𝒄𝒕, 𝒍𝒐𝒗𝒆, 𝒂𝒏𝒅 𝒂𝒇𝒇𝒆𝒄𝒕𝒊𝒐𝒏 𝒇𝒐𝒓 𝒂𝒏𝒊𝒎𝒂𝒍𝒔." pic.twitter.com/sGLEPNj0L7
જેક રસેલ ટેરિયરનો ઈતિહાસ:
જેક રસેલ ટેરિયર બ્રીડની શરૂઆત મૂળ ઇંગ્લેન્ડમાં થઈ હતી. તેને સૌથી પહેલા શિયાળના શિકાર માટે ખાસ તૈયાર કરવામાં આવી હતી. કદમાં નાની હોવા છતાં આ બ્રીડ અત્યંત ચપળ અને એનર્જેટિક માનવામાં આવે છે, જેના કારણે આજે તે વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય છે.
જેક રસેલ ટેરિયર બ્રીડની મુખ્ય ખાસિયતો:
વાત કરીએ આ બ્રીડની ખાસિયત વિશે તો આ બ્રીડની ઊંચાઈ આશરે 10થી 15 ઇંચ અને વજન લગભગ 13થી 17 પાઉન્ડ એટલે કે આશરે 6થી 8 કિલો હોય છે. આ શ્વાન કદમાં નાના હોય છે પરંતુ તેમની એનર્જી ખૂબ વધારે હોય છે. તેમને દોડવું, રમવું અને નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવી ખૂબ ગમે છે. તેમને દરરોજ પૂરતા પ્રમાણમાં કસરત કે ફિઝિકલ એક્ટિવિટીની જરૂર પડે છે.
આ બ્રીડના શ્વાન પોતાની તીવ્ર બુદ્ધિ, સતર્કતા અને ઉત્સાહી સ્વભાવ માટે જાણીતી છે. તેઓ નવા ખેલ શીખવા, બોલ પકડવા અને માઈન્ડ ગેમ્સ રમાડવામાં ભારે રસ દાખવે છે. જેક રસેલ ટેરિયર કૂતરાઓ માણસો સાથે ખૂબ જ ઝડપથી ભળી જાય છે અને પરિવારના સભ્યો સાથે ઘનિષ્ઠ અને મજબૂત સંબંધ બનાવી લે છે.