Thu Sep 03 2026

Logo

રાહુલ ગાંધીએ CBSE વિદ્યાર્થીઓ સાથે મુલાકાતમાં કટાક્ષ કર્યો, OSM સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા

2026-05-31 20:29:34
Author: Chandrakant Kanoja
રાહુલ ગાંધીએ CBSE વિદ્યાર્થીઓ સાથે મુલાકાતમાં કટાક્ષ કર્યો, OSM સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા

નવી દિલ્હી : દેશમાં CBSEની ઓએસએમ સિસ્ટમમાં ગડબડી બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગેરરીતિ અને પરિણામો અંગે ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ એકસ પર  વાતચીતનો એક વીડિયો શેર કર્યો હતો. આ વિડીયોમાં વિદ્યાર્થી વેદાંત પણ જોવા મળ્યો છે. જેની બાદ  રાહુલ ગાંધીએ વેદાંત પર તેમના કથિત "સોરોસ-પાકિસ્તાન કનેક્શન" અંગે કટાક્ષ કર્યો હતો. 

વેદાંતે કહ્યું મને પાકિસ્તાની એજન્ટ પણ કહેવામાં આવ્યો

આ વીડિયોમાં  વેદાંત રાહુલ ગાંધીને કહેતા જોવા મળે છે, મને પાકિસ્તાની એજન્ટ પણ કહેવામાં આવ્યો હતો. વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું, મારા સાથી દેશદ્રોહી સોરોસ એજન્ટો સાથે વાતચીત. વેદાંત અને તેના મિત્રો પ્રતિભાશાળી, બહાદુર યુવાન ભારતીય છે જેમણે સીબીએસસીને સરળ પ્રશ્નો પૂછ્યા હતા પરંતુ જવાબોને બદલે, તેમને અપમાન મળ્યું. તેઓ ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્યના હકદાર છે. અમે ખાતરી કરીશું તે તેમને મળે. 

જ્યારે આ વાતચીત દરમિયાન બીજા એક વિદ્યાર્થીએ રાહુલ ગાંધીએ કહ્યું તેઓ અમને રાષ્ટ્રવિરોધી ગણાવવા લાગ્યા છે. આનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું, સત્તર વર્ષના 'ડીપ સ્ટેટ  એજન્ટો. અમને આ આતંકીઓ  ના ચહેરા તો બતાવો. 

વેદાંતે કહ્યું ખબર પડી કે ઉત્તરવહી પરની સહી મારી નથી

આ  દરમિયાન  વેદાંતે રાહુલ ગાંધીને સમજાવ્યું, જ્યારે મેં મારી ભૌતિકશાસ્ત્રની ઉત્તરવહી જોઈ  ત્યારે મને લાગ્યું કે મારી પરીક્ષા ખૂબ સારી રીતે ગઈ છે અને હું તેમાં સારા ગુણ મેળવીશ. જોકે, અપેક્ષિત ગુણ પ્રાપ્ત થયા નહીં. પરિણામે, અમારી પાસે વિકલ્પ હતો. જ્યાં કોઈને ઓછા ગુણ મળે છે. ઉત્તરવહીની ફોટોકોપી માટે અરજી કરવાનો. જ્યારે મેં તે ફોટો કોપી ખોલી. ત્યારે મને ખબર પડી કે તેના પરની સહી મારી નથી. ત્યારે  મને સમજાયું કે આ મારી ઉત્તરવહી બદલાઈ છે.  તેથી, મેં આ ફરિયાદ  એક્સ પર કરી. તેમજ ત્યાં મને એવા લોકોનો ટેકો મળ્યો જેઓ સંમત થયા કે આ ખૂબ જ અનિયમિત પરિસ્થિતિ લાગે છે.