નવી દિલ્હીઃ લોકસભામાં એન્ટિ પેપર લીક મુદ્દે ચર્ચામાં ભાગ લઈને રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે લોકોનું એક ગ્રુપ છે, જે લોકોને ખબર છે કે તેઓ બધુ જાણે છે. તેમણે કહ્યું કે જ્ઞાન તેમાંથી આવે છે. તેઓ ખૂદને ભગવાન માને છે અને આવા લોકો ઈડિયટ કહેવાય છે. જોકે, આ નિવેદનને લોકસભામાં જોરદાર હંગામો થયો હતો.
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ અંધભક્તની પરિભાષા જણાવીને સરકાર અને શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે જે લોકો માની લે છે કે મોટી છબિ ધરાવતા 'ઈડિયટ' ભગવાન છે તેઓ અંધભક્ત છે.
રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન બાદ સંસદમાં હંગામો થયો હતો. સત્તાપક્ષે આનો વિરોધ નોંધાવ્યો હતો. સંસદીય કાર્ય પ્રધાન કિરેન રિજિજૂ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આને અસંસદીય ભાષા ગણાવતા વાંધો ઉઠાવ્યો હતો.
શું બોલ્યા રાહુલ ગાંધી
ગૃહમાં ચર્ચા દરમિયાન રાહુલે કહ્યું કે એક વિદ્યાર્થિનીએ તેમને કહ્યું કે વિદ્યાર્થીઓ સત્યનો ગર્વથી સ્વીકાર કરે છે. રાહુલ ગાંધી બોલ્યા, તે વિદ્યાર્થિનીએ કહ્યું કે સ્ટુડન્ટ સત્યનો ખુલ્લેઆમ સ્વીકાર છે, જ્યારે બીજા પ્રકારના લોકોને એક ઈમેજની જરૂર હોય છે. તે 'ઇડિયટ' એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તે ભગવાન છે.
એટલા માટે, તેને એક ઈમેજ બનાવવી પડે છે. રાહુલે આગળ કહ્યું, કુલ મળીને ત્રણ કેટેગરી છે. એક સ્ટુડન્ટ્સ, બીજા ઇડિયટ અને ત્રીજા અંધભક્ત, જે તે ઇડિયટને ફોલો કરે છે. આ ત્રણ કેટેગરી છે.
રાહુલે જે શબ્દ વાપર્યા અસંસદીય છેઃ રિજિજૂ
રાહુલ ગાંધી દ્વારા વારંવાર ઇડિયટ' શબ્દના ઉપયોગ પર વાંધો ઉઠાવતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ તેને અસંસદીય ભાષા કહી હતી. તેમણે કહ્યું કે રાહુલે જે શબ્દ વાપર્યો તે અસંસદીય શબ્દ છે, હું નથી કહી રહ્યો, આ રૂલબુક છે. આના વિશે રાહુલ ગાંધીને જાણકારી હોવી જોઈએ. વારંવાર એ શબ્દનો ઉપયોગ કર્યો છે, જેના પર અમે વાંધો ઉઠાવીએ છીએ. ભૂલ તો રાહુલ ગાંધીની છે કે તેમણે કેમ આ શબ્દનો ઉપયોગ કર્યો. આના પર રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું કે હું કોઈને કંઈ નથી કહી રહ્યો.
રાહુલ ગાંધીએ કહ્યું કે જો આ લોકોને આ શબ્દ સારો ન લાગતો હોય તો હું બીજો શબ્દ આપી દઉં છું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વચ્ચે જ તેમને રોકતા કહ્યું કે અસંસદીય શબ્દને હું રેકોર્ડમાંથી હટાવી દઈશ. રાહુલ ગાંધીનો જવાબ હતો કે જો તમે ઈચ્છો તો હું તેની જગ્યાએ બીજો શબ્દ આપું છું. આના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે તમે વિધેયક પર વાત કરો.
VIDEO | Parliament Monsoon Session: Lok Sabha LoP Rahul Gandhi says, "Thank you, Speaker Sir, for letting me speak on the subject of students, their examinations, the education system and your proposed Bill. But before I begin, I would like to say that I was very excited and… pic.twitter.com/TzqwCrlxg3
— Press Trust of India (@PTI_News) July 29, 2026
આ દરમિયાન રાજનાથ સિંહે પણ કહ્યું હતું કે લોકસભા અધ્યક્ષને નેતા વિપક્ષ દ્વારા ઉપયોગ કરવામાં આવેલા શબ્દોને હટાવવા વિનંતી કરું છું. જેના પર ઓમ બિરલાએ કહ્યું, આ શબ્દોને હટાવી દેવામાં આવ્યા છે.