Mon Sep 07 2026

Logo

રાહુલ ગાંધીની છાત્રો કી ગુંજ કાર્યક્રમને મંજૂરી ના મળી, પ્રિયંકા ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા

2026-08-06 15:56:12
Author: Chandrakant Kanoja
રાહુલ ગાંધીની છાત્રો કી ગુંજ કાર્યક્રમને મંજૂરી ના મળી, પ્રિયંકા ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 8 ઓગસ્ટના રોજ  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં "છાત્રો કી ગુંજ" કાર્યક્રમ માટે મંજૂરી માંગી હતી. જોકે, વહીવટીતંત્રએ તેમને મંજૂરી નથી આપી. જે અંગે પ્રિયંકા ગાંધીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વહીવટીતંત્રને શેનાથી ડર લાગે છે. 

કાયસ્થ પાઠશાળા ટ્રસ્ટે પણ મેદાનની મંજૂરી નહોતી આપી 

આ સમગ્ર મુદ્દે મળતી માહિતી મુજબ કાયસ્થ પાઠશાળા ટ્રસ્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના 'છાત્રો કી ગુંજ' કાર્યક્રમ માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો, જે 8 ઓગસ્ટે પ્રયાગરાજના કેપી ગ્રાઉન્ડ ખાતે યોજાવાનો હતો. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિક્ષેપ  અને અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને ટાંકીને  કેપી કોલેજ મેનેજમેન્ટે તેના રમતગમતના મેદાનના ઉપયોગ માટે અગાઉ આપવામાં આવેલી પરવાનગી રદ કરી હતી.

શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં કોઈ વિક્ષેપ ન પડવો જોઇએ 

આ અંગે કાયસ્થ પાઠશાળાના કાર્યકારી પ્રમુખે પ્રયાગરાજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને  પત્રમાં  જણાવ્યું હતું કે કોલેજના આચાર્ય પાસેથી મળેલી માહિતી અને 14 ઓગસ્ટ, 2025 ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં કોઈ વિક્ષેપ ન પડવો જોઈએ.

સરકાર રાહુલ ગાંધીથી ડરે છે

જ્યારે આ મુદ્દે કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમજ કહ્યું હતું કે સરકાર રાહુલ ગાંધીથી ડરે છે. સંસદની અંદર અને બહાર બંને સ્થળોએ તેમનો ડર છે. આ લોકો સંસદમાં રાહુલ ગાંધીનો સામનો નથી કરી શકતા જ્યારે વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવવા જાય છે, ત્યારે તેઓ દર વખતે અવરોધો ઉભા કરવાનો પ્રયાસ કરે છે.