Wed Jun 10 2026

Logo

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર એપસ્ટીન ફાઇલ્સ મુદ્દે પ્રહાર કર્યો, કહ્યું શરમની વાત...

2026-02-23 21:28:59
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર વિડીયો જાહેર કરીને પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે એપસ્ટીન ફાઇલ્સમાં વડાપ્રધાન, તેમના મંત્રીઓ અને મિત્રોના નામ પ્રકાશમાં આવ્યા છે. જે શરમની બાબત છે. આ અંગે રાહુલ ગાંધીએ X પર એક વિડીયો રિલીઝ કર્યો. તેમાં  કેપ્શન આપ્યું છે કે,  "મોદીજી, તમે શરમની વાત કરો છો? શરમની વાત હું તમને જણાવું છું. એપસ્ટીન ફાઇલ્સમાં તમારું, તમારા મંત્રીનું અને તમારા મિત્રનું નામ એકસાથે આવવું અને  આવા જઘન્ય ગુનેગાર સાથે તમારું નામ  જોડવામાં આવી રહ્યું છે. આ શરમની વાત છે.  

અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી દેશ વેચી દીધો

રાહુલ ગાંધીએ કહ્યું કે તમે તમે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી છે. જેમાં તમે આપણો દેશ વેચી દીધો છે. તે શરમની વાત  છે. તમે  દેશનો ડેટા આપી દીધો. તમે ખેડૂતોનો સમાપ્ત કરી દીધા. ટેકસટાઈલ ઉદ્યોગને બરબાદ કરી દીધો - આ  શરમની વાત  છે.

અમે એક ઇંચ પણ પાછળ નહીં હટીએ 

તેમજ સમગ્ર  દેશ જાણે છે કે અમેરિકામાં અદાણી વિરુદ્ધ ચાલી રહેલો કેસ તમારી રાતની ઉંઘ હરામ કરી દીધી છે. કારણ કે તે ભાજપ અને તમારા  ફાયનાન્સિયલ આર્કીટેક્ચર વિરુદ્ધનો કેસ છે. 14 મહિનામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી - આ શરમની  વાત છે. મોદીજી, તમારા મિત્રો અનિલ અંબાણી, અદાણી અને  પોતાની માટે જે યોગ્ય લાગે તે કરો. હું અને કોંગ્રેસ પાર્ટીના બહાદુર સિંહો દેશનું રક્ષણ કરતા રહીશું - અમે એક ઇંચ પણ પાછળ નહીં હટીએ