મુંબઈ: આમ આદમી પાર્ટી(AAP)નાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે, રાજ્યસભા ગૃહમાં તેઓ સતત ગ્રાહક અધિકારઅ અને આર્થીક સુધારાને લગતા મુદા ઉઠાવીને સરકારને ઘેરી રહ્યા છે. તેમણે એરપોર્ટ પર ફૂડ એન્ડ બેવરેજના ઊંચા ભાવ અંગે ગૃહમાં પ્રશ્નો ઉઠાવ્યા હતાં. એવામાં આજે રાઘવ ચઢ્ઢાએ X હેન્ડલ પર મુંબઈ એરપોર્ટનો એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેઓ એરપોર્ટ પર માત્ર 10 રૂપિયા આપીને ચા પીતા જોવા મળે છે.
X પર વિડીયો પોસ્ટ કરીને રાઘવ ચઢ્ઢાએ લખ્યું, "મેં મુંબઈ એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેમાં ચા પીધી, તે પણ માત્ર 10 રૂપિયામાં."
Visited the Udaan Yatri café at Mumbai Airport and had chai for just ₹10.
— Raghav Chadha (@raghav_chadha) March 30, 2026
Was flying to Delhi and wanted chai before the flight. Spoke to several travellers while I was there. All of them happy, all of them saying the same thing: Easy on the pocket, good service, value for… pic.twitter.com/wOelXZ2iZS
રાઘવ ચઢ્ઢાએ મુંબઈ એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેમાં પીધી. રાઘવ ચઢ્ઢાએ X અર લખ્યું, "હું દિલ્હી જઈ રહ્યો હતો અને ફ્લાઇટ પહેલાં મને ચા પીવાની ઈચ્છા થઇ. મેં ત્યાં ઘણા મુસાફરો સાથે વાત કરી બધા ખુશ હતા અને તમામ લોકો કહી રહ્યા હતાં: ખિસ્સા માટે હળવું, ઉત્તમ સેવા, કિંમત સામે ગુણવત્તા. એરપોર્ટ પર સસ્તું ફૂડ મળવું શક્ય છે, અને આ રહ્યો તેનો પુરાવો."
રાઘવ ચઢ્ઢાની મુંબઈ એરપોર્ટ પર 10 રૂપિયામાં ચા પીવી એટલા માટે ચર્ચામાં છે, કેમ કે તેમણે રાજ્યસભામાં એરપોર્ટ પર ખાણીપીણીની વસ્તુઓની ઉંચી કિંમતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે એરપોર્ટ પર સસ્તા ભાવની કેન્ટીન/કાફે ખોલવાની માંગ કરી હતી.
ઉડાન યાત્રી કાફે શું છે?
એરપોર્ટ પર મુસાફરોને ઓછા ભાવે સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાક અને પીણાં મળી રહે એ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ ઉડાન યાત્રી કાફે શરુ કર્યા છે. પહેલું ઉડાન યાત્રી કાફે ડિસેમ્બર 2024 માં કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખુલ્યું હતું. સરકારની યોજના છે કે 2026ના અંત સુધીમાં આવા કેફે મોટાભાગના મુખ્ય એરપોર્ટ પર શરુ કરવામાં આવે.