Tue Aug 18 2026

Logo

પ્રિયંકા ચોપરા અચાનક પહોંચી સિદ્ધિ વિનાયક મંદિરે, સિમ્પલ લૂકે ચાહકોમાં જગાવી ચર્ચા

2026-08-10 22:53:16
Author: Mumbai Samachar Team
Article Image

ANI


મુંબઈ: બોલિવૂડની 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપડા સોમવારે, 10 ઓગસ્ટે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી હતી. પોતાની આગામી ફિલ્મ 'વારાણસી' ને લઈને ચર્ચામાં રહેલી પ્રિયંકાએ બાપ્પાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. મંદિરની મુલાકાત દરમિયાન અભિનેત્રીનો સાદગીભર્યો અંદાજે ચાહકોનું ધ્યાન ખેચ્યુ હતું. 

પ્રિયંકાએ દર્શન માટે  સુંદર ગુલાબી રંગનો પરંપરાગત સલવાર સૂટ પહેર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. સાદગીભર્યા લુકમાં પણ અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. મંદિરની બહાર નીકળતી વખતે પ્રિયંકા ખુશમિજાજ જોવા મળી હતી અને ત્યાં હાજર ચાહકો તરફ સ્મિત સાથે હાથ હલાવીને તેમનું અભિવાદન પણ ઝીલ્યું હતું.

પ્રિયંકાની મંદિર મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીને એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો એકત્ર થયા હતા. પ્રિયંકાએ પણ ચાહકોને નિરાશ કર્યા વિના સ્મિત સાથે 'હેલો' કહીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. તેમના આ સરળ અને હળવા અંદાજની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે.

તાજેતરમાં પ્રિયંકાએ પોતાની પુત્રી માલતી મેરી ચોપડા જોનસ સાથેની પ્રથમ મુલાકાતનો ભાવુક અનુભવ પણ શેર કર્યો હતો. એક પોડકાસ્ટ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે માલતી જ્યારે પહેલીવાર તેમના છાતી પર આવી ત્યારે તે માત્ર લગભગ સાડા 27 અઠવાડિયાની હતી અને તેનું વજન માત્ર 1 પાઉન્ડ 11 ઔંસ હતું. તે ક્ષણને પ્રિયંકાએ પોતાના જીવનની સૌથી ખાસ ક્ષણોમાંની એક ગણાવી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા ટૂંક સમયમાં એસ.એસ. રાજામૌલીની બહુચર્ચિત ફિલ્મ ‘વારાણસી’માં મહેશ બાબુ સાથે જોવા મળશે. ફિલ્મ 7 એપ્રિલ, 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ઉપરાંત પ્રિયંકા રશેલ ક્રો સાથેની સાયન્સ-ફિક્શન એક્શન થ્રિલર ‘બ્લુફ્લાય’માં પણ જોવા મળશે. સિદ્ધિવિનાયકના દર્શન બાદ હવે ચાહકોની નજર પ્રિયંકાના આગામી મોટા પ્રોજેક્ટ્સ પર છે.