Mon Sep 07 2026

Logo

પ્રયાગરાજમાં ચોરીની અજીબ ઘટના બની! ચોરો જ્વેલરી છોડી LPG સિલિન્ડર ચોરી ગયા...

2026-03-23 22:42:19
Author: Vimal Prajapati
પ્રયાગરાજમાં ચોરીની અજીબ ઘટના બની! ચોરો જ્વેલરી છોડી LPG સિલિન્ડર ચોરી ગયા...

AI Generated Images


પ્રયાગરાજ: દેશમાં રસોઈ ગેસની અછત વચ્ચે અત્યારે એક અજીબ પ્રકારનો કેસ પ્રકાશમાં આવ્યો છે. પ્રયાગરાજના દારાગંજ વિસ્તારમાં ચોર ઘરમાં આવ્યાં પરંતુ કિંમતી જ્વેલરી અને અન્ય વસ્તુઓની ચોરી નથી કરી, આ ચોરે માત્ર ગેસ સિલિન્ડરની ચોરી કરી ગયા છે. આ અનોખી ચોરીના કારણે મામલો ચર્ચાનો કેસ બન્યો છે. 

પરિવારે રાત્રે ઊંઘ્યો અને ચોરો ગેસ સિલિન્ડર ચોરી ગયા

દારાગંજ થાણા વિસ્તારમાં રહેતા જ્ઞાનચંદ્ર શનિવારે રાત્રે પરિવાર સાથે ભોજન કરીને સૂઈ ગયા હતા. મધરાત પછી ચોરો ઘરમાં આવ્યાં અને સીધા રસોડામાં પહોંચીને ગેસથી ભરેલા સિલિન્ડરને ઉપાડી લઈ ગયા. સવારે પરિવારએ રસોડામાં સિલિન્ડર ગુમ થયો જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું. ખાસ બાબત એ કે, ચોરોએ રસોડામાંની અન્ય વસ્તુઓ અને નજીકના રૂમમાં રાખેલા જ્વેલરીને હાથ પણ ન લગાવ્યો!

ગેસ સિલિન્ડરની ચોરી અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ

આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ પ્રમાણે, બે દિવસ પહેલાં જ ભારે મુશ્કેલીથી ગેસ એજન્સીમાંથી સિલિન્ડર લાવ્યો હતો અને તેને ચેનથી બાંધીને સુરક્ષિત રાખ્યો હતો, છતાં ચોરો તેને તોડીને લઈ ગયા. આ ઘટનાની જાણ પડોશીઓને થતાં તેઓ આશ્ચર્યચકિત થયા અને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ. આ કેસમાં હવે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરીને ચોરોને પકડી પકડવા માટે ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યાં છે. 

આ પહેલા પણ ગેસ સિલિન્ડરની ચોરીની ઘટના બની હતી

આ પહેલાં પ્રયાગરાજના બહેરિયા વિસ્તારમાં પણ આવી ઘટના બની હતી. જલાલપુર સિકંદરામાં પંડિત જવાહરલાલ નેહરુ ઈન્ટર કોલેજના સ્ટોર રૂમમાં તાળું તોડીને ચોરોએ ગેસ સિલિન્ડરની ચોરી કરવામાં આવી હતી. તે કેસમાં પોલીસે ગામના જ સુરજ ધુરિયાને ધરપકડ કરી સિલિન્ડર પાછો મેળવ્યો હતો. હવે આવી ઘટના ફરી પ્રયાગરાજમાં બની છે.