Sat Sep 12 2026

Logo

તમિલનાડુમાં રાજકારણ ગરમાયું, એમ.કે. સ્ટાલિને કહ્યું તમિલનાડુ પર જોકર કેબિનેટનો કબજો

2026-08-04 20:18:04
Author: Chandrakant Kanoja
તમિલનાડુમાં રાજકારણ ગરમાયું, એમ.કે. સ્ટાલિને કહ્યું તમિલનાડુ પર જોકર કેબિનેટનો કબજો

ચેન્નાઈ: તમિલનાડુમાં કાવેરી વિવાદ મુદ્દે રેલી બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડથી ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે  એમ. કે. સ્ટાલિને સીએમ થલાપતિ વિજય પર નિશાન સાધ્યું હતું. તેમજ કહ્યું કે તમિલનાડુ પર જોકર કેબિનેટે કબજો કરી લીધો છે. 

ઉદયનિધિ સ્ટાલિનના જામીન મંજૂર કર્યા હતા

તમિલનાડુમાં મંગળવારે અભિનેત્રી ત્રિશા અંગે આપેલા નિવેદન બાદ ઉદયનિધિ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેમજ તેમની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી. ઉદયનિધિ સ્ટાલિન હાલમાં વિધાનસભામાં વિપક્ષના નેતા  છે.જોકે, મદ્રાસ હાઇકોર્ટે ઉદયનિધિ સ્ટાલિનના જામીન મંજૂર કર્યા હતા અને પૂછપરછ બાદ છોડવા પોલીસને આદેશ આપ્યો હતો.

તમિલનાડુના મુખ્યમંત્રી વિજય પર આકરા પ્રહારો કર્યા 

જોકે, આ સમગ્ર વિવાદ અંગે ઉદયનિધિના પિતા અને ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિન દ્વારા એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી વિજય પર આકરા પ્રહારો કર્યા હતા. 

જોકર કેબિનેટે તમિલનાડુ પર કબજો જમાવી લીધો

ડીએમકે પ્રમુખ એમ.કે.સ્ટાલિને કહ્યું કે, આ એક અસમર્થ અને કઠપૂતળી મુખ્યમંત્રી કાવેરીનું પાણી લાવી શકતા નથી અને ન તો તે મેકેદાતુ ડેમ રોકવા માટે અવાજ ઉઠાવી શકે છે. રાજ્યમાં ખેડૂતો દુઃખના આંસુ વહાવી રહ્યા છે છતાં મંત્રીઓ અને મુખ્યમંત્રી એ ફિલ્મની વાત કરી રહ્યા છે  જેમાં તેમણે અભિનય કર્યો છે. એક  જોકર કેબિનેટે તમિલનાડુ પર કબજો જમાવી લીધો છે. 

ઉદયનિધિ સામે કેસ દાખલ કરીને ડરાવવા માંગે છે

તેમજ કાવેરી મુદ્દા પર સરકારની નિષ્ફળતા પરથી ધ્યાન હટાવવા માટે પોલીસે ઉદયનિધિની ધરપકડ કરી હતી. પોલીસ તેમને વિપક્ષના નેતા હોવા છતાં  તંજાવુર લઈ ગયા. તેઓ ઉદયનિધિ સામે કેસ દાખલ કરીને  ડરાવવા માંગે છે.