Sun Jun 28 2026

Logo

સેશેલ્સમાં પીએમ મોદીએ કહ્યું અમારો ધ્યેય હિંદ મહાસાગરને તકોના સમુદ્રમાં પરિવર્તિત કરવાનો

2026-06-28 16:27:58
Article Image

પૂર્વ આફ્રિકાના સેશેલ્સની મુલાકાત દરમિયાન  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત હિંદ મહાસાગરની કલ્પના કેવી રીતે કરે છે તે અંગે એક સુંદર અને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત એક એવા હિંદ મહાસાગરની કલ્પના કરે છે જ્યાં દરિયાઈ સુરક્ષાની સાથે આર્થિક સમૃદ્ધિ વધે.તેમજ જ્યાં આપણી ભાગીદારી કદ કરતાં પરસ્પર આદર અને વિશ્વાસ પર આધારિત હોય અને જ્યાં આપણે દરેક રાષ્ટ્ર  એક સાથે ચાલીએ. અમારું વિઝન હિંદ મહાસાગરને તકોના સમુદ્રમાં પરિવર્તિત કરવાનું છે.

 ભારત પૃથ્વીને હરિયાળી અને વધુ ટકાઉ બનાવવા યોગદાન આપવા તૈયાર 

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે,  ભારત પૃથ્વીને હરિયાળી અને વધુ ટકાઉ બનાવવા માટે દરેક શક્ય યોગદાન આપવા તૈયાર છે. તેમણે કહ્યું, આ અમારી વિવિધ સ્થાનિક નીતિઓ, મિશન LiFE પર વિશેષ ભાર અને આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ અને આપત્તિ સ્થિતિસ્થાપક માળખા માટે ગઠબંધન જેવી વૈશ્વિક પહેલોમાં અમારી સક્રિય ભૂમિકા પરથી સ્પષ્ટ થાય છે.

પીએમ મોદીને સેશેલ્સ તરફથી દેશનું સર્વોચ્ચ સન્માન એનાયત 

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસમાં તેમના નેતૃત્વ માટે સેશેલ્સ તરફથી દેશનું સર્વોચ્ચ સન્માન ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ એનાયત કરવામાં આવ્યું છે. રવિવારે રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીએ તેમને આ સન્માન આપ્યું હતું. આ કોઈ વિદેશી રાષ્ટ્ર દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલ 34મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. વડાપ્રધાન મોદી શનિવારે દેશના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપવા માટે ત્રણ દિવસની મુલાકાત માટે સેશેલ્સ પહોંચ્યા હતા.

જળવાયુ પરિવર્તનના પડકારનો સામનો કરી રહેલા તમામ રાષ્ટ્રોને સમર્પિત

સોશિયલ મીડિયા પર પોતાનો સંદેશ શેર કરતા પીએમ મોદીએ  લખ્યું હતું કે, હું આ સન્માન નમ્રતાપૂર્વક સ્વીકારું છું જળવાયુ પરિવર્તનના પડકારનો સામનો કરી રહેલા તમામ રાષ્ટ્રોને સમર્પિત કરું છું. આ એક ગંભીર પડકાર છે જેનો આપણે સાથે મળીને સામનો કરવો જોઈએ.