રાજકીય મંચ પર એકબીજા સામે આકરા પ્રહારો કરતાં દેશના ટોચના નેતાઓ જ્યારે કોઈ પારિવારિક પ્રસંગે એકસાથે જોવા મળે ત્યારે તે ક્ષણ હંમેશાં ચર્ચાનો વિષય બને છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના સાંસદ સુપ્રિયા સુળેની દીકરીના લગ્નના ખાસ પ્રસંગે આવો જ એક દુર્લભ અને સુંદર નજારો જોવા મળ્યો હતો.
આ પ્રસંગે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી અને વિપક્ષના દિગ્ગજ નેતાઓ - કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી વાડ્રા અને શરદ પવાર વચ્ચે થયેલી ઉષ્માભરી મુલાકાતના ફોટોઝ અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
રાજકીય મતભેદો બાજુ પર મૂકીને સ્મિત સાથે કરી મુલાકાત
સંસદમાં સામસામે આકરા ટીકાસ્ત્રોના પ્રહારો કરનારા રાજકારણીઓ સુપ્રિયા સુળેની દીકરીના લગ્ન પ્રસંગે અત્યંત હળવા મૂડમાં જોવા મળ્યા હતા. પીએમ મોદી જ્યારે સ્ટેજ પર નવદંપતીને શુભકામનાઓ આપવા પહોંચ્યા, ત્યારે ત્યાં ઉપસ્થિત પ્રિયંકા ગાંધી વાડ્રા, મલ્લિકાર્જુન ખડગે અને એનસીપીના વડા શરદ પવાર સાથે તેમણે મુક્તમને વાતચીત કરી હતી. પીએમ મોદીજીએ પ્રિયંકાને કૈસી હૈ આપ પૂછતા જોવા મળ્યા હતા જેવા જવાબમાં પ્રિયંકા કહે છે કે હું ઠીક છું સર, તમે કેમ છો? જેના જવાબમાં પીએ મોદીજી કહે છે કે મૈં તો વૈસા હી હૂં.. આ સવાલ સાંભળીને ખડગે કહે છે ભાઈસાબ આપ થોડે બદલે બદલે લગ રહે હૈ...
Modiji interacting with Priyanka G & Kharge ji while RaGa stands there like a lost child! pic.twitter.com/q3JO9uSPkm
— 🦋Anjna🦋 (@SaffronQueen_) August 12, 2026
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં આટલા સંવાદ બાદ બંને પક્ષના નેતાઓના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું હતું. પીએમ મોદીએ સૌપ્રથમ હાથ જોડીને વિપક્ષી નેતાઓનું અભિવાદન કર્યું હતું અને ખડગેજી તથા પ્રિયંકા ગાંધી સાથે હળવી ક્ષણો શેર કરી હતી.
સુપ્રિયા સુળે અને શરદ પવારે કર્યું ઉષ્માભર્યું સ્વાગત
સુપ્રિયા સુળે અને એનસીપી સુપ્રિમો શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આદરપૂર્વક સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ નવદંપતીને ભેટ આપીને તેમના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે એનસીપી (અજિત પવાર જૂથ) અને અન્ય પક્ષોના પણ અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયા વીડિયો
સામાન્ય રીતે રાજકીય કાર્યક્રમોમાં એકબીજાની આકરી ટીકા કરતા નેતાઓની આ સૌહાર્દપૂર્ણ મુલાકાતના ફોટોઝ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. નેટિઝન્સ આ ક્ષણને ભારતીય લોકશાહીની સુંદરતા ગણાવી રહ્યા છે, જ્યાં રાજકીય વિચારધારાઓ ગમે તે હોય પરંતુ સામાજિક અને પારિવારિક સંબંધોનું સન્માન જાળવવામાં આવે છે.