Wed Aug 19 2026

Logo

વૈશ્વિક અશાંતિ વચ્ચે PM મોદીએ દેશને આપ્યો એકતાનો મંત્ર! રમતગમત અને હેલ્થ અંગે પણ કરી વાત

2026-03-29 16:04:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વાર ઓલ ઈન્ડિયા રેડિયો મારફતે દેશવાસીઓને સંબોધિત કર્યા. મન કી બાતનસ 132મા એપિસોડમાં વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ અને તેની ભારત પર અસર વિષે વાત કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદી લોકોને એક સાથે મળીને લડવા માટે અપીલ કરી.
 
આજે સવારે 11 વાગ્યે શરુ થયેલા મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોદીએ કહ્યું, "માર્ચ મહિનો વૈશ્વિક સ્તરે ખૂબ જ અશાંતિપૂર્ણ રહ્યો છે. આપણે બધાને ખ્યાલ છે કે ભૂતકાળમાં, કોવિડને કારણે લાંબા સમય સુધી આખી દુનિયા ઘણા પડકારો સામનો કરી રહી છે, તમામને એવી અપેક્ષા હતી કે કોરોના સંકટમાંથી બહાર આવ્યા પછી, વિશ્વ નવેસરથી વિકાસના માર્ગ પર આગળ વધશે. જોકે, વિશ્વના અલગ અલગ ભાગોમાં યુદ્ધ અને સંઘર્ષની પરિસ્થિતિઓ ઉભી થઇ છે. હવે આપણે ફરી એકવાર આ સંકટમાંથી પસાર થઇ રહ્યા છીએ."

નાગરીકોને સતર્ક રહેવા અપીલ:
વડાપ્રધાન મોદીએ કહ્યું, "હું દેશના બધા નાગરિકોને પણ અપીલ કરવા કરું છું કે તેઓ સતર્ક રહે અને અફવાઓને કારણે ગેરમાર્ગે ન દોરાઈ. સરકાર દ્વારા સતત જાહેર કરવામાં આવતી માહિતી પર વિશ્વાસ કરો અને એ મુજબ જ નિર્ણયો લો. હંમેશની જેમ, આપણે 1.4 અબજ નાગરિકોની શક્તિથી ભૂતકાળના સંકટોમાંથી બહાર આવ્યા, તેમ મને વિશ્વાસ છે કે,  આ વખતે પણ આપણે સાથે મળીને આ મુશ્કેલ પરિસ્થિતિને હરાવીને બહાર આવીશું." 

રમતગમત વિશે પણ વાત કરી:
વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમ દરમિયાન રમતગમત જગતની કેટલીક સિદ્ધિઓને યાદી કરી. વડાપ્રધાન મોદી માર્ચ મહિનાને દેશભરના રમતપ્રેમીઓ માટે ઉત્સાહનો મહિનો ગણાવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ મહીને ભારતે T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય મેળવ્યો, ભારતીય ટીમ પર બધા ખૂબ ગર્વ છે. ગયા મહિનાના અંતમાં, જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ ટીમે પહેલીવાર રણજી ટ્રોફી જીતી.

વડાપ્રધાન મોદીએ ન્યુ યોર્ક સિટી હાફ મેરેથોનમાં ત્રીજા સ્થાને રહેનારા ઉત્તર પ્રદેશના ખેલાડી ગુલવીર સિંહેને પણ યાદ કર્યો. ગુલવીર સિંહેને એક કલાકથી ઓછા સમયમાં હાફ મેરેથોન પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો.

ફિટનેસ અને હેલ્થ પર ધ્યાન આવા અપીલ:
વડાપ્રધાન મોદીએ નાગરિકોને ફિટનેસ અને હેલ્થ પર ધ્યાન આપવા પણ અપીલ કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 100 દિવસથી પણ ઓછો સમય બાકી છે, અને યોગમાં રુચિ વૈશ્વિક સ્તરે સતત વધી રહી છે. વડાપ્રધાનને નાગરિકોને સુગરનું સેવન ઘટાડવા અને રસોઈ તેલનો વપરાશ 10 ટકા ઘટાડવા વિનંતી કરી.