નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ આજે લોકસભામાં પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, યુદ્ધમાં ભારત સૌથી પ્રભાવિત દેશો પૈકીનો એક છે. દૂતાવાસ ભારતીયોની મદદ કરી રહ્યા છે.
વડા પ્રધાન મોદીએ સંસદમાં કહ્યું, હાલ પશ્ચિમ એશિયાની સ્થિતિ ચિંતાજનક છે. છેલ્લા 2-3 દિવસમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે આ અંગે સંસદમાં જરૂરી માહિતી આપી છે. આ સંકટને ત્રણ સપ્તાહથી વધુનો સમય થઈ ગયો છે. સમગ્ર વિશ્વ આ સંકટ જલદી સમાપ્ત થાય તેવો આગ્રહ કરી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું, આ યુદ્ધે ભારત સામે પણ અપ્રત્યક્ષરીતે અનેક પડકારો ઉભા કર્યા છે. યુદ્ધ વચ્ચે સ્વદેશ પરત ફરેલા ભારતીયો અંગે પણ જાણકારી આપી હતી અને કહ્યું કે, ભારતીયોની સુરક્ષા આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું, છેલ્લા 11 વર્ષમાં ક્રૂડ ઓયલ ઈમ્પોર્ટનું ડાયવર્સિફિકેશન કર્યું છે. પહેલા 27 દેશો પાસેથી એનર્જી ઈમ્પોર્ટ થતી હતી, આજે 41 દેશો પાસેથી ઈમ્પોર્ટ થાય છે. રિફાઈનિંગ કેપિસિટીમાં પણ વધારો થયો છે. દેશમાં 53 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ રિઝર્વ છે. અમારું લક્ષ્ય 65 લાખ મેટ્રિક ટનનું છે.
#WATCH | On the West Asia conflict, Prime Minister Narendra Modi says, "Our missions in the affected countries are continuously engaged in helping Indians. Whether it's Indians working there or tourists who have gone there, everyone is being provided with all possible assistance.… pic.twitter.com/WEWvQWwtGo
— ANI (@ANI) March 23, 2026
સરકારનો પ્રયાસ દરેક જહાજ સુરક્ષિત રીતે ભારત પહોંચે તેવો છે. અમે દરેક લોકો સાથે સંવાદ કરી રહ્યા છીએ, જેના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા આપણા જહાજો ધીમે ધીમે આવી રહ્યા છે. આજે વૈકલ્પિક ઈંધણ પર કામ થઈ રહ્યું છે, તેનાથી ભારતનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. સરકાર તેની શોર્ટ ટર્મ, મિડ ટર્મ અને લોંગ ટર્મ અસર માટે કામ કરી રહી છે. દરેક સ્ટેક હોલ્ડર સાથે વાત કરવામાં આવી રહી છે. જ્યાં પણ જરૂર છે ત્યાં સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. ઈન્ટર મિનિસ્ટ્રિયલ ગ્રુપ બનાવાયું છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના સમયે એકજૂથ થઈને પડકારનો સામનો કર્યો છે. તેવી જ રીતે આ સમયનો સામનો કરવાનો છે. આ આપણી ઓળખ છે અને આપણે સતર્ક રહેવાનું છે. ખોટા અહેવલાો પર ભરોસો કરવાનો નથી. સંગ્રહખોરી અને કાળાબજાર કરતાં લોકો સામે કડક કાર્યવાહી કરાશે. રાજ્ય સરકાર સાથે પણ વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે મિડલ ઈસ્ટની સ્થિતિને જોતા વડા પ્રધાન મોદીએ રવિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકની સમીક્ષા કરી હતી. જેમાં તેમણે પેટ્રોલિયમ, ક્રૂડ ઓઈલ, પ્રાકૃતિક ગેસ, વીજળી અને ખાતર જેવા ક્ષેત્રોમાં ભારતની તૈયારીની સમીક્ષા કરી હતી. આશરે સાડા ત્રણ કલાક ચાલેલી બેઠકમાં તેણે સંગ્રહખોરી અને કાળાબજારી કરનારા સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.