નોઇડાઃ નોઇડામાં જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ખાસ પ્રસંગને કારણે VVIP મુવમેન્ટને ધ્યાનમાં રાખીને નોઇડા પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જારી કરવામાં આવી છે, જે સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી લાગુ રહેશે. એરપોર્ટની વાત કરવામાં આવે તો, લગભગ 25 વર્ષ પછી નોઇડા હવે આકાશ સાથે જોડાયું છે. એટલે કે, નોઇડામાં એક મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે.
ઉદ્ધાટન પહેલા PM મોદીએ ટર્મિનલ ભવનનું નિરીક્ષણ કર્યું
વિગતે વાત કરવામાં આવે તો, એરપોર્ટનું ઉદ્ધાટન કરતા પહેલા પીએમ મોદીએ ટર્મિનલ ભવનનું નિરીક્ષણ કર્યું હતં. આ એરપોર્ટમાં ઘના કોહરા, ઓછી વિઝિબિલિટી અને વરસાદ દરમિયાન પણ વિમાનોની ઉડાન અને લેન્ડિંગ શક્ય બનશે. તેમાં ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS)નું સૌથી ઉચ્ચ સ્તરનું કેટ-3 સિસ્ટમ વપરવામાં આવ્યું છે જે ઓછા દૃશ્યમાનતામાં વીમાનોને સુરક્ષિત રીતે ઉતારવામાં મદદ કરે છે.
એરપોર્ટને બનવવા માટે 11,200 કરોડનો ખર્ચ કરાયો
ખાસિયતોની વાત કરવામાં આવે તો, આ એરપોર્ટને બનવવા માટે 11,200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ એરપોર્ટની મુસાફરોની હેન્ડલિંગ ક્ષમતા શરૂઆતમાં દર વર્ષે 1.2 કરોડ મુસાફરોની હશે. બાદમાં આ તેનો વિકાસ કરવામાં આવશે અને આ ક્ષમતા પ્રતિવર્ષ 7 કરોડના આસપાસ પહોંચી જશે. એક મોટી ખાસિયત એ છે કે, આ એરપોર્ટ પર 3,900 મીટર લાંબો રનવે છે. જે કોઈ પણ પ્રકારના વિમાનની લેન્ડિંગ માટે કાફી છે.
પહેલા 65 કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે
આ એરપોર્ટ પરથી શરૂઆતમાં દેશભરના 45 શહેરો માટે આશરે 65 કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે, જેમાં ઈન્ડિગોની 45, અકાસાની સાત અને એર ઈન્ડિયાની 13 ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. આ એરપોર્ટને યમુના એક્સપ્રેસ-વેની પાસે જ બનાવવામાં આવ્યું છે. જે નોઈડા-ગ્રેનો એક્સપ્રેસ વે અને આગરાને જોડે છે. આ એરપોર્ટને ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે સાથે જોડવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે પણ જોડવામાં આવી રહ્યું છે.