Tue Oct 06 2026

Logo

પીએમ મોદી સાથે સેલ્ફી લઇ ખુશ થયા સાયપ્રસના રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સ

2026-05-22 16:54:00
Author: Chandrakant Kanoja
પીએમ મોદી સાથે સેલ્ફી લઇ ખુશ થયા સાયપ્રસના રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સ

નવી દિલ્હી : પીએમ મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ વચ્ચેની મુલાકાત દરમિયાનની સેલ્ફી ચર્ચાનો વિષય બની છે. ક્રિસ્ટોડોલિડ્સે  સેલ્ફી લીધી ત્યારે  પીએમ મોદી પણ ખુશ જોવા મળ્યા હતા. આ સેલ્ફી લીધા બાદ બંને નેતાઓએ સ્મિત સાથે હાથ મિલાવ્યા હતા. આ દરમિયાન બંને દેશોના નેતાઓએ  વ્યુહાત્મક ભાગીદારી વધારવા પણ સંમત થયા છે. 

હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજાઇ

નવી દિલ્હીમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ વચ્ચે  હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજાઇ હતી.   જેમાં તેમની વચ્ચે વેપાર, રોકાણ, દરિયાઈ સુરક્ષા, આતંકવાદ વિરોધી સહયોગ, પશ્ચિમ એશિયા કટોકટી અને યુક્રેન યુદ્ધ સહિતના અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 

આગામી પાંચ વર્ષમાં આ રોકાણને બમણું કરવાનું  લક્ષ્ય

આ બેઠક બાદ પીએમ  મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સાયપ્રસથી ભારતમાં રોકાણ લગભગ બમણું થયું છે. તેમજ આગામી પાંચ વર્ષમાં આ રોકાણને બમણું કરવાનું અમારું લક્ષ્ય છે. ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર નવી શક્યતાઓ ખોલી રહ્યો છે.

સહયોગ વધારવા માટે એક સંયુક્ત ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય

જ્યારે સાયપ્રસના રાષ્ટ્રપતિ  ક્રિસ્ટોડુલિડ્સે જણાવ્યું હતું કે બંને દેશોએ માળખાગત સુવિધાઓ, શિપિંગ અને અન્ય મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે એક સંયુક્ત ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડુલિડ્સે બુધવારે ભારતની ત્રણ દિવસની મુલાકાત શરૂ કરી હતી અને આજે તેમની મુલાકાતનો છેલ્લો દિવસ હતો.