Fri May 22 2026

Logo

પીએમ મોદી અને મેલોનીએ ચીનની ચિંતા વધારી, જાણો  ધ ગ્રેટ ઇટલી ડિવોર્સ

2026-05-22 19:14:58
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: પીએમ મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોનીને  મેલોડી ટોફી ગિફટ આપી હતી. જેની બાદ સોશિયલ મીડિયા પર તેમના મીમ્સનો રાફડો ફાટ્યો છે. જોકે, આ દરમિયાન  બે નેતાઓએ ચીનની ચિંતામાં વધારો કર્યો છે. જેમાં ઇટલીએ ચીનના ભ્રામક 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ' (BRI)માંથી  સંપૂર્ણ બહાર નીકળી ગયું છે. જેને કૂટનિતીક ભાષામાં   "ધ ગ્રેટ ઇટલી ડિવોર્સ" તરીકે ઓળખવા આવે છે. તેમજ ન્યુ ઈન્ડિયાને પસંદ કરીને એશિયામાં ભારતને તેના સૌથી વિશ્વસનીય ભાગીદાર તરીકે પસંદ કર્યું છે. 

પીએમ મોદી અને મેલોનીએ પડદા પાછળ  વ્યૂહાત્મક ડીલ કરી

આ અંગે પ્રકાશમાં આવેલી માહિતી મુજબ જ્યારે જ્યારે દુનિયા 'મેલોડી-મેલોડી' મીમ્સમાં ડૂબેલી હતી. ત્યારે ભારતના પીએમ મોદી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પડદા પાછળ એક મોટી વ્યૂહાત્મક ડીલ કરી. જેના પરિણામે  ચીનને મોટો આંચકો લાગ્યો છે.

મેલોનીએ ઇટલીને ચીનના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું 

ઈટલી અને ચીન વચ્ચેની ભાગીદારી અંગે મળતી માહિતી મુજબ થોડા વર્ષો પૂર્વે ઇટલીએ ચીનના મહત્વાકાંક્ષી 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ' (BRI)માં જોડાનાર એકમાત્ર G7 રાષ્ટ્ર બનીને મોટી ભૂલ કરી હતી. આ નિર્ણયના વર્ષો પછી  જ્યારે જ્યોર્જિયા મેલોની સત્તામાં આવ્યા  ત્યારે તેમણે તરત જ આ ચીની દેવાની જાળને ઓળખી લીધી અને સત્તાવાર રીતે ઇટલીને ચીનના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું હતું. 

ઇટલી હવે તેની સમગ્ર એશિયન વ્યૂહરચના ભારતમાં કેન્દ્રીત 

ઇટલીએ ચીન સાથે ભાગીદારી સમાપ્ત કરવાની સાથે તેને એશિયામાં  એક મજબૂત અને વિશ્વસનીય આર્થિક ભાગીદારની જરૂર હતી.જે  ચીનનું સ્થાન લઇ શકે. ત્યારે 'ન્યુ ઇન્ડિયા'નો પ્રવેશ થયો. મેલોની અને મોદી વચ્ચેની નોંધપાત્ર કેમિસ્ટ્રી વિશ્વને સીધો સંદેશ આપે છે.ઇટલી હવે તેની સમગ્ર એશિયન વ્યૂહરચના ભારતમાં કેન્દ્રીત કરી રહ્યું છે.