Sun Jul 26 2026

Logo

પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે કે નહીં? જાણો સરકાર અને ઓઇલ કંપનીઓનું નવું 'ગણિત'

2026-03-15 19:26:13
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે અનેક લોકો એવું માની રહ્યા છે કે, હવે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થશે. પણ પબ્લિક સેક્ટરની પેટ્રોલિયમ કંપનીઓ ફ્યુઅલના રિટેઈલ ભાવ વધે નહીં એના માટે અને નુકસાન ઓછું થાય એ માટે રિફાઈનરીને પેટ્રોલ-ડીઝલના આયાતના ભાવ કરતા ઓછા ભાવે આપવાનું વિચારી રહી છે. MRPL, CPCL, અને HML જેવી સિંગલ રિફાઈનરી કંપનીઓ પર માઠી અસર થઈ શકે છે. 

ક્રૂડની કિંમતનો તફાવત
મિડલ ઈસ્ટમાં જ્યારે લડાઈ શરૂ થઈ નહોતી એ સમયે વૈશ્વિકસ્તરે ક્રૂડ ઓઈલની કિંમત આશરે 70 ડૉલર પ્રતિ બેરલ હતી, જે હવે વધીને 100 ડૉલર સુધી પહોંચી છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલની રીટેઈલ પ્રાઈસ સ્થિર છે, જેના કારણે પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓને વધારાનો આર્થિક બોજ વેઠવાનો વારો આવ્યો છે. આવી કેટલીક ખોટ કંપનીઓ પણ ભોગવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે રિફાઈનરી ટ્રાન્સફર પ્રાઈસ પર બ્રેક મારી દેવામાં આવી છે અથવા છૂટ આપવાના વિકલ્પ રૂપે કંપની વિચાર કરી રહી છે. આરટીપી એક ઈન્ટરનેશનલ પ્રાઈસ હોય છે જેના પર રિફાઈનરી પોતાના માર્કેટિંગ સેગમેન્ટ અંતર્ગત આવતા ફ્યુઅલ સ્ટેશનને ફ્યુઅલ વેચે છે. હવે ખોટ એ છે કે, રિફાઈનરીને પેટ્રોલ અને ડીઝલની ઈમ્પોર્ટ પેરેટી કોસ્ટથી ઓછી કિંમતે ચૂકવણું કરવું પડે છે. 

નુકસાનની ભરપાઈ કેમ થશે
વૈશ્વિકસ્તરે હવે તેલની કિંમત વધારે હોવાનું સતત રહે છે તો રિફોઈનરી ક્રૂડ ઓઈલની વધી રહેલી કિંમતનો આર્થિક બોજ માત્ર આરટીપી અંતર્ગત આગળ નહીં વધારી શકે. એટલે કેટલાક અંશે ભોગવવાનો વારો કંપનીઓનો પણ આવશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિડેટ (HPCL) જેવી ઇન્ટિગ્રેટેડ કંપનીઓ તેમના રિફાઇનિંગ અને માર્કેટિંગ ઓપરેશન્સ વચ્ચે આ નુકસાનની ભરપાઈ કરી શકે છે.

માર્જિન પર સૌથી વધારે અસર
બીજી તરફ મેંગ્લોર રિફાઈનરી અને પેટ્રોકેમિકલ લિમિટેડ (MRPL), ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (CPCL) અને મિત્તલ એનર્જી લિમિટેડ (HMEL) જેવી સિંગલ રિફાઇનરી કંપનીઓનું રિટેલ માર્કેટમાં લગભગ કોઈ દખલ નથી અને તેઓ પોતાનું મોટાભાગનું ઉત્પાદન આ ત્રણ ઓએમસી (ઓઇલ માર્કેટિંગ કંપનીઓ)ને જ વેચે છે. આવી સ્થિતિમાં તેમના માર્જિન પર સૌથી વધુ અસર પડશે.