Thu Sep 03 2026

Logo

કોંગ્રસ નેતા પવન ખેડાની મુશ્કેલી વધી, આસામ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી

2026-04-13 17:51:00
Author: Chandrakant Kanoja
કોંગ્રસ નેતા પવન ખેડાની મુશ્કેલી વધી, આસામ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી

નવી દિલ્હી: કોંગ્રસ નેતા પવન ખેડાની  મુશ્કેલીઓમાં વધારો થયો છે. જેમાં આસામ સરકારે પાસપોર્ટ કેસમાં  તેલંગાણા હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ   પવન ખેડાને આગોતરા જામીન રદ કરવા સુપ્રીમ કોર્ટમાં  અરજી કરી છે.  તેલંગાણા હાઈકોર્ટે ખેરાને એક અઠવાડિયાના સમયગાળા માટે ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપ્યા હતા.

સીજેઆઇ જસ્ટિસ સૂર્યકાંત સમક્ષ અરજી દાખલ

આ કેસની વિગત મુજબ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની પત્ની રિંકી શર્મા સામે લગાવવામાં આવેલા આરોપો અંગે આસામમાં નોંધાયેલા કેસના સંદર્ભમાં પવન ખેડા ને એક અઠવાડિયાના ટ્રાન્ઝિટ આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આસામ સરકારે સીજેઆઇ જસ્ટિસ સૂર્યકાંત સમક્ષ અરજી દાખલ કરી છે. જેમાં આ મામલાની સુનાવણી બુધવારે કરવાની વિનંતી કરવામાં આવી છે.

કોંગ્રેસ નેતા પવન ખેડાએ રિંકી ભુયાન શર્મા પર આરોપ લગાવ્યો 

ઉલ્લેખનીય છે કે, 5 એપ્રિલના રોજ કોંગ્રેસ નેતા પવન ખેડાએ આરોપ લગાવ્યો હતો કે આસામના મુખ્યમંત્રીની પત્ની રિંકી ભુયાન શર્મા પાસે અનેક દેશોના પાસપોર્ટ છે અને વિદેશમાં સંપત્તિ છે. જેમાંથી કોઈ પણ 9 એપ્રિલે યોજાયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે દાખલ કરાયેલા મુખ્યમંત્રીના ચૂંટણી સોગંદનામામાં જાહેર કરવામાં આવી નથી. 

પવન ખેડા વિરુદ્ધ ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચમાં કેસ દાખલ 

જેની બાદ  ખેડા વિરુદ્ધ ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.જેમાં કલમ 175 (ચૂંટણી સંબંધિત ખોટું નિવેદન),કલમ 35 (ખાનગી બચાવનો અધિકાર) અને કલમ 318 (છેતરપિંડી)નો સમાવેશ થાય છે.