Sat Sep 05 2026

Logo

ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરનાર પ્રવાસી સામે રેલવેની મોટી કાર્યવાહી: નોંધાયો પોલીસ કેસ

2026-09-02 15:37:35
Author: Mumbai Samachar Team
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરનાર પ્રવાસી સામે રેલવેની મોટી કાર્યવાહી: નોંધાયો પોલીસ કેસ

હઝરત નિઝામુદ્દીન-મૈસુર એક્સપ્રેસમાં બર્થ પર દીવો સળગાવતાં ભુસાવળ સ્ટેશને પ્રવાસીને ટ્રેનમાંથી નીચે ઉતારાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ચાલતી ટ્રેનમાં એક પ્રવાસી દ્વારા પોતાના બર્થ પર દીવો પ્રગટાવીને પૂજા કરવાની ઘટના મુદ્દે રેલવે મોટી કાર્યવાહી કરી છે. રેલવેએ આ આરોપી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી હતી. ચાલતી ટ્રેનમાં પોતાની બર્થ પર દીવો કરી પૂજા કરવાના આરોપમાં 55 વર્ષના આ પ્રવાસીને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યો હતો. આ સાથે જ તેની વિરુદ્ધ પોલીસ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. 

એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની શક્યતાઓ હતી 

મધ્ય રેલવેએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે આવી વર્તણૂકથી ટ્રેનમાં આગ લાગી શકે છે. પ્રવાસીઓનો જીવ જોખમમાં મુકાય શકે છે. આ ઘટના 31 ઓગસ્ટે હઝરત નિઝામુદ્દીન- મૈસુર એક્સપ્રેસમાં બની હતી. સૂચના મળતા જ અધિકારીઓએ કોચ એ-વનમાં એક ટિકિટ ચેકરને મોકલવામાં આવ્યા હતા, જેમાં મધ્ય પ્રદેશના ગ્વાલિયર નિવાસી રહેવાસી હોવાની ઓળખ આપી હતી. મૈસુર એક્સપ્રેસના એવન કોચના બર્થ નંબર 17 પર દીવો કરીને રાખ્યો હતો, જેનું નામ ગરીબ હોવાની માહિતી આપી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Inbriefly (@inbriefly.360)

માચીસ, પિત્તળનો દીવો અને સ્ટીલનો ડબ્બો મળ્યો

મધ્ય રેલવેએ જણાવ્યું કે પ્રવાસી પાસે એક માચીસ, પિત્તળનો દીવો અને એક સ્ટીલનો ડબ્બો મળી આવ્યો હતો. કાર્યવાહી માટે પ્રવાસીને ભુસાવળ સ્ટેશન પર ઉતારવામાં આવ્યો હતો. ટીટીએ પ્રવાસીને દીવો બુઝાવવા માટે કહ્યું હતું. આ સાથે જ સમજાવ્યું હતું કે તેનાથી આગ લાગી શકે છે, જેથી પ્રવાસીઓ અને રેલવે સંપત્તિને જોખમ ઊભું થઈ શકે છે. જો કે આરોપીએ દીવો બુઝાવ્યા પહેલા પોતાની પૂજા પૂર્ણ કરવા માટે જીદ પકડી હતી. મધ્ય રેલવેએ કહ્યું કે આ સમગ્ર ઘટનાને ટીટીએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. 

મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર મંગળવારે રેલવે અધિનિયમ 1989ની કલમ 153 અને 145 (બી) અંતર્ગત પ્રવાસી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ તેને ભારતીય નાગરિક સુરક્ષા સહિતની કલમ 35 (સી) અંતર્ગત નોટિસ આપીને છોડી દેવામાં આવ્યો હતો. 

રેલવે અધિનિયમની કલમ 153 પ્રવાસીઓની સુરક્ષાને જોખમમાં મુકવાવાળા કૃત્યો માટે 5 વર્ષના કારાવાસની સજાની જોગવાઈ છે. કલમ 145(બી) જ્વલંત પદાર્થો લઇ જવા કે તેનો ઉપયોગ કરવાથી સબંધિત છે, જેમાં રેલવે પરિસરથી હટાવવા માટે 5000 રૂપિયાના દંડ અને અમુક સંજોગોમાં 5 વર્ષ સુધીના જેલની જોગવાઈ સામેલ છે.