Wed Sep 16 2026

Logo

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ; મોદી સરકાર લાવશે 7 મહત્વના બિલ, વિપક્ષનો હોબાળો નિશ્ચિત..

2026-07-20 11:00:00
Author: Vimal Prajapati
સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ; મોદી સરકાર લાવશે 7 મહત્વના બિલ, વિપક્ષનો હોબાળો નિશ્ચિત..

નવી દિલ્હીઃ આજથી સંસદનું ચોમુસ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ ચોમાસુ સત્ર તારીખ 13 ઓગસ્ટ સુધી ચાલશે, જે દરમિયાન મોદી સરકાર 7 મોટો અને મહત્વપૂર્ણ બિલ લાવવાની છે. તેમાં સંસદમાં હંગામો થાય તેવી સંપૂર્ણ સંભાવનાઓ છે. આ સત્ર દરમિયાન વિપક્ષ નીટ પેપર લીક, રામ મંદિર દાન ચોરી, ઈ20 ઈંધણ અને વિદેશ નીતિ મામલે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. પરંતુ પ્રશ્ન એ છે કે, સરકાર કયા સાત બિલ લઈને આવી રહી છે? ચાલો વિગતે ચર્ચા કરીએ...

13 ઓગસ્ટ સુધીના સંસદ સત્રમાં 19 બેઠકો થશે

આ સંસદ સત્રમાં કુલ 19 બેઠકો થવાની છે. જેમાં સાત બિલો રજૂ કરાવમાં આવશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ દરમિયાન સરકાર, ઈન્કમ ટેક્સ સંશોધન બિલ, સુપ્રીમ કોર્ટ સંશોધન બિલ, જન્મ અને મૃત્યુ નોંધણી સંશોધન બિલ, રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સંશોધન બિલ તે પછી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સંશોધન બિલ, વિદેશી યોગદાન નિયમન સંશોધન બિલ અને વિકસિત ભારત શિક્ષણ ફાઉન્ડેશન બિલ રજૂ કરવામાં આવશે. જેને વિપક્ષ વિરોધ કરે તેવી સંપૂર્ણ સંભાવનાઓ છે. 

કયાં મુદ્દા પર મોટો સસ્પેન્સ રહશે?

ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ સત્ર દરમિયાન સૌથી મોટો સસ્પેન્સ સીમાંકન અને મહિલા અનામત બિલના મુદ્દાઓને લઈને હશે. બદલાતા રાજકીય સમીકરણો અને લોકસભાના નવા ગણિતથી સરકારની અપેક્ષાઓ વધી ગઈ છે. દરમિયાન, બળવાખોર ટીએમસી સાંસદોને સર્વપક્ષીય બેઠક માટે આમંત્રણ આપવાના વિરોધમાં વિપક્ષના વોકઆઉટથી સત્ર શરૂ થાય તે પહેલાં જ રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે.

 

સંસદના ચોમાસુ સત્ર પર શું બોલ્યા પીએમ મોદી?

સત્ર શરૂ થયા તે પહેલા પીએમ મોદીએ ભાષણ આપ્યું હતું. સંસદના ચોમાસુ સત્ર પર બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘ચોમાસુ હોય કે ચોમાસુ સત્ર - જો બંને સક્રિય હોય, તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અને જ્યારે બંને ફાયદાકારક હોય છે, ત્યારે તે રાષ્ટ્રના કલ્યાણ અને તમામ જીવોના કલ્યાણ તરફ દોરી જાય છે. તેથી જ આપણે પ્રાર્થના કરીએ છીએ કે ચોમાસુ સક્રિય અને ફાયદાકારક રહે, અને ચોમાસુ સત્ર પણ ઉત્પાદક સાબિત થાય’.