Mon Sep 07 2026

Logo

સંસદમાં હંગામાની આશંકા, કોંગ્રેસે 10 થી 12 ઓગસ્ટ સુધી સાંસદોને હાજર રહેવા સૂચના

2026-08-07 17:12:12
Author: Chandrakant Kanoja
સંસદમાં હંગામાની આશંકા, કોંગ્રેસે 10 થી 12 ઓગસ્ટ સુધી સાંસદોને હાજર રહેવા સૂચના

નવી દિલ્હી: સંસદમાં સરકાર 10 થી 12 ઓગસ્ટ દરમિયાન અનેક મહત્વના બિલ રજૂ કરી શકે છે. જેના પગલે વિપક્ષે પણ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. કોંગ્રેસે આ દિવસો દરમિયાન તમામ સાંસદો અને સહયોગી પક્ષોના સાંસદોને ગૃહમાં ફરજિયાત હાજર રહેવા સુચના આપી છે. 

મામ સહયોગીનો પક્ષો સાથે સંપર્ક શરૂ કર્યો

કોંગ્રેસે સરકારને ઘેરવા માટે તેના સહયોગી પક્ષોને એક કરવાના પ્રયાસ શરૂ કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીએ ઇન્ડી ગઠબંધનમાં સામેલ તમામ સહયોગીનો પક્ષો સાથે સંપર્ક શરૂ કર્યો છે. તેમને આ ત્રણ દિવસ દરમિયાન તેમના સાંસદો મહત્તમ  હાજરી સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. 

કોંગ્રેસે સરકારના મૌન પર સવાલ ઉઠાવ્યા

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સંસદીય કાર્યવાહી દરમિયાન રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ આક્રમક વલણ અપનાવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અંગે સરકારના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા.