Sun Sep 06 2026

Logo

આજથી શરૂ થશે આ રાશિઓનો 'ગોલ્ડન ટાઇમ', ખાસ યોગનું નિર્માણ થતાં થશે ધનવર્ષા અને કરિયરમાં પ્રગતિ; જાણો શું કહે છે જ્યોતિષ?

2026-05-12 16:43:10
Author: Darshana Visaria
આજથી શરૂ થશે આ રાશિઓનો 'ગોલ્ડન ટાઇમ', ખાસ યોગનું નિર્માણ થતાં થશે ધનવર્ષા અને કરિયરમાં પ્રગતિ; જાણો શું કહે છે જ્યોતિષ?

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું પરિવર્તન અને તેમની વચ્ચે બનતા યોગ વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે. આજે એટલે કે 12મી મે 2026ના રોજ સાંજે શુક્ર અને શનિના મિલનથી 'પંચાંક યોગ'નું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે, જેની અસરથી કેટલીક રાશિઓના ભાગ્ય આડેથી નડતર દૂર થશે. ચાલો જોઈએ આખરે આ યોગથી કઈ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થવાનો છે. 

મુંબઈના એક જાણીના જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જ્યારે બે ગ્રહો આકાશમાં એકબીજાથી બરાબર 72 ડિગ્રીના અંતરે સ્થિત હોય, ત્યારે પંચાંક યોગ બને છે. આ અંતર 360 ડિગ્રીના વર્તુળનો પાંચમો ભાગ હોવાથી તેને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શુક્ર સુખ-વૈભવનો કારક છે, જ્યારે શનિ સ્થિરતા અને ન્યાયનો ગ્રહ છે. આ બંનેનો સમન્વય થવાથી ભૌતિક સુખ અને આર્થિક મજબૂતી મળે છે.

વૃષભ: 

વૃષભ રાશિના જાતકો માટે આજે બની રહેલાં આ પંચાંક યોગ આર્થિક કટોકટીમાંથી બહાર આવવાનો માર્ગ ખોલશે. જો તમારું નાણું ક્યાંક અટવાયેલું હોય, તો તે પરત મળવાની પૂરી શક્યતા છે. વ્યાપારમાં નવા ઓર્ડર અને નોકરીમાં પ્રગતિના યોગ છે. પારિવારિક જીવનમાં પણ સુખ-શાંતિ જળવાશે.

સિંહ: 

સિંહ રાશિના જાતકો માટે હવે 'ગોલ્ડન ટાઇમ' શરૂ થઈ રહ્યો છે. તમારી નેતૃત્વ શક્તિમાં વધારો થશે અને સમાજમાં માન-સન્માન વધશે. બેરોજગાર યુવાનોને મનપસંદ નોકરીની ઓફર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અપાવનારો સાબિત થશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા માટે જઈ શકો છો. 

તુલા: 

તુલા રાશિના જાતકોની જીવનશૈલીમાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે. આ સમયે તમે આર્થિક રીતે તમે વધુ સુરક્ષિત અને સ્થિર અનુભવશો. લાંબા સમયથી અટકેલા સરકારી કામો પૂર્ણ થશે અને જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હોવ, તો સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

વધુ જુઓ...