કરાચીઃ અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને ઈરાન પર હુમલો કર્યો જેના કારણે ઇરાકના સુપ્રીમો ખામેનીનું મોત થયું છે. ઇરાકના સુપ્રીમો ખામેનીની હત્યા પછી પાકિસ્તાનના કરાચીમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયાં છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અમેરિકન કોન્સ્યુલેટ પર હિંસક હુમલો કરાયો છે. આ હુમલો કરનારને નિયંત્રિત કરવા જતા આશરે 10 લોકો માર્યા ગયા હોય શકે. આ પ્રદર્શનમાં 30થી પણ વધુ લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ મળ્યાં છે. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ગોળીબાર કર્યો અને ટીયર ગેસના સેલ છોડ્યાં હતાં.
પાકિસ્તાનમાં અમેરિકાન કોન્સ્યુલેટ પર હુમલાનો પ્રયાસ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રદર્શનકારીઓએ MT Khan Road પર આવેલા અમેરિકાન કોન્સ્યુલેટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેથી અમેરિકી સેના અને પોલીસે પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે લાઠીઓ અને પછી ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 30 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. આ ઘટના પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે નવો તણાવ ઊભો કરી શકે છે.
મુસ્લિમ દેશોમાં અમેરિકા અને ઇઝરાયલનો સખત વિરોધ
અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલાના કારણે મુસ્લિમ દેશમાં અત્યારે અમેરિકા અને ઇઝરાયલ પ્રત્યે ભારે નફરત વ્યાપી છે, મુસ્લિમ દેશોમાં લોકો આ બંને દેશોનો ભારે વિરોધ કરી રહ્યાં છે. પાકિસ્તાનના કરાચીમાં હિંસા વધારે ભડકી ગઈ અને લોકોએ અમેરિકાન કોન્સ્યુલેટ પર હુમલો કરવા માટે પ્રયાસ કરી દીધો હતો. MT Khan Road પ્રદર્શનકારીઓએ અમેરિકા વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ ઈસ્લામિક નેતાઓની સુરક્ષા માટે પણ માંગણી કરવામાં આવી છે.