Sat Oct 10 2026

Logo

વિપક્ષના મોટાનેતાઓની પોલીસે કરી અટકાત, નેહા બોરાએ કેમ કહ્યું કે, વિરોધ પ્રદર્શન ચાલું રહેશે?

2026-10-10 16:03:38
Author: Mumbai Samachar Team
વિપક્ષના મોટાનેતાઓની પોલીસે કરી અટકાત, નેહા બોરાએ કેમ કહ્યું કે, વિરોધ પ્રદર્શન ચાલું રહેશે?

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિરોધ પ્રદર્શન દરમિયાન TMC નેતા મમતા બેનર્જી, ડેરેક ઓબ્રાયન, આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ, ગોપાલ રાય, CPMના મહાસચીવ એમ.એ.બેબી, વૃંદા કરાત સહિત અનેક નેતાઓની દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી છે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની પણ ચંદીગઢ પોલીસે અટકાયત કરી છે. રાજધાની દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટીના સમર્થનમાં ઊતરેલા નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે.  

કેજરીવાલની ઘરેથી જ અટકાયત

વિપક્ષના રાજકીય પક્ષોના નેતા જ્યારે રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવા માટે ઊતર્યા એ સમયે એમની અટકાયત કરવામાં આવી છે. મોટાભાગના વિપક્ષના મોટનેતાઓની અટકાયત કરવામાં આવી છે. મમતા બેનર્જીને સાઉથ એવન્યૂમાં બસ સ્ટોપ પર સમર્થકો સાથે અટકાયતમાં લેવામાં આવ્યા છે. મમતા બનર્જી પોતાના સમર્થકો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે એમની અટકાયત કરી છે.

અરવિંદ કેજરીવાલને એમના ઘરે 95 લોધી એસ્ટેટની બાહરથી પકડી લેવાયા હતા. તેઓ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે ઘરમાંથી નીકળ્યા હતા. જ્યારે તેઓ ઘરમાંથી નીકળ્યા એની ગણતરીની મિનિટમાં જ એમને અટકાયતમાં લઈ લેવાયા હતા. આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ, સૌરભ ભારદ્વાજ અને દુર્ગેશ પાઠકને પણ પોલીસે પકડી લીધા છે. અટકાયત કરવામાં આવી છે. પોલીસે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચીવ એમ.એ.બેબી, પાર્ટીના નેતા વૃંદા કરાત સહિત અન્ય નેતાઓને જંતરમંતર પરથી અટકાયતમાં લેવાયા હતા. 

શું કહ્યું વિદ્યાર્થી નેતા નેહા બોરાએ?

જંતરમંતર પર આ લોકોએ કેન્દ્રીય મંત્રી અમિત શાહની વિરુદ્ધમાં નારેબાજી કરી હતી. આ પછી પોલીસ એની અટકાયત કરી હતી. વિદ્યાર્થી નેતા નેહા બોરા, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયની પણ પોલીસે અટકાયત કરી છે. મનીષ સિસોદિયાની ચંદીગઢમાં અટકાયત કરવામાં આવી છે.  બીજી તરફ મુંબઈમાં ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં મહા વિરોધ પ્રદર્શનની તૈયારીઓ ચાલી રહી છે.

સામાજિક કાર્યકર્તા તુષાર ગાંધી હેવ મેદાને ઊતર્યા છે. એમના સંગઠનના અન્ય સભ્યોને પણ પોલીસે પકડી લીધા છે. મુંબઈમાં એક અધિકારીએ જણાવ્યો હતો કે, તુષાર ગાંધીની પોલીસે અટકાયત કરી છે. ડીએન નગર પોલીસ સ્ટેશનમાં એમને લઈ જવામાં આવ્યા છે. સમગ્ર વિરોધ પ્રદર્શન અંગે વિદ્યાર્થી નેતા નેહા બોરાએ કહ્યું હતું કે, મારી અટકાયત થઈ છે પણ આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. જે સમર્થકો છે એ સફદરજંગ ફ્લાઈઓવર પહોંચે.

આ માટે હું સમર્થકોને અપીલ કરી રહી છું. જો કોઈને પોલીસ રોકે તો ત્યાં જ બેસી જાવ અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખો. એક જ બસમાં અનેક એવા લોકોને પકડીને બેસાડી દેવામાં આવ્યા છે. બસની આસપાસ પણ વિરોધ પ્રદર્શન કરનારા અનેક લોકો એકઠા થયા છે. 

300થી વધારે લોકોની અટકાયત

જ્યાંથી અટકાયત કરવામાં આવી છે ત્યાં જ વિરોધ પ્રદર્શન કરો. અત્યાર સુધીમાં કુલ 300થી લોકોની અટકાયત કરવામાં આવી છે. રાજધાની દિલ્હી પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે. પણ ધીમે ધીમે માર્કેટ અને જરૂરી સેવાઓને શરૂ કરવામાં આવી રહી છે. ખાસ કરીને રેલવે અને એરપોર્ટને લગતા પ્રવાસીઓને-લોકોને કોઈ મુશ્કેલી ન પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશથી દિલ્હી આવતી ટ્રેન અને કેટલીક ફ્લાઈટ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાય ઈમરજન્સી સર્વિસમાં કોઈ ખલેલ ન પહોંચે એનું પોલીસ ખાસ ધ્યાન રાખી રહી છે.

દિલ્હીને જોડતી કેટલીક બોર્ડર પર વધારાની પોલીસ ટીમને જવાબદારી સોંપી દેવામાં આવી છે. ખાસ કરીને વિરોધ પ્રદર્શનમાં આવતા લોકોને રોકવામાં આવી રહ્યા છે. નાગરિકોને જરૂરી પૂછપરછ બાદ આગળ વધવા દેવામાં આવી રહ્યા છે. ક્યાંય સજ્જડ બંધ લાગે એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એનું પોલીસ ખાસ ધ્યાન રાખી રહી છે.