નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના કર્મચારીઓ કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકેને લઈ જતા વિમાનમાં ચઢ્યા અને તેમની અટકાયત કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વિમાન થોડીવાર પહેલા IGI એરપોર્ટ પર ઉતર્યું હતું. અભિજીત દીપકેએ દિલ્હી પોલીસને કહ્યું, "મારી ધરપકડ કરવા માટે અહીં છું; મારી ધરપકડ કરો." દિલ્હી પોલીસના કર્મચારીઓએ તેમને કહ્યું, ‘ના, આ ધરપકડ નથી. કૃપા કરીને સહયોગ કરો.’ દિલ્હીમાં આંદોનલ વધારે તીવ્ર બને તે પહેલા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે, દિલ્હી પોલીસે અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને એરપોર્ટથી એસ્કોર્ટ કર્યા અને તેમને ગુપ્ત સ્થળે લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે, તેમને ક્યાં લઈ જવામાં આવ્યાં છે તે અંગે હજી કોઈ વિગતો પ્રકાશમાં આવી નથી. પરંતુ તે લોકો જંતર મંતર પર પ્રોટેસ્ટ કરવા માટે જઈ રહ્યાં હતાં.
આ કાર્યવાહી અંગે ACP સૂર્યબલી મૌર્યે શું કહ્યું?
આ મામલે વિગતો આપતા ACP સૂર્યબલી મૌર્યએ જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થા અને તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, ગાઝિયાબાદ સરહદ પર સતત સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં કહ્યું કે, અમે સુરક્ષા તપાસ દરમિયાન કોઈને પણ અસુવિધા ન થાય તેની ખાતરી કરવા માટે ખૂબ કાળજી રાખી રહ્યા છીએ. ચેકિંગ માટે લગભગ 100 સિવિલ પોલીસ, ટ્રાફિક પોલીસ અને PSC કર્મચારીઓ તૈનાત છે. અમે અમારા દિલ્હી પોલીસ સમકક્ષો સાથે સંકલન કરી રહ્યા છીએ.
#WATCH | Delhi Police personnel enter the aircraft that was carrying Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke to Delhi. The flight landed at IGI Airport a few minutes ago. "...I have come here to be arrested; arrest me," Abhijeet Dipke tells Delhi Police "No, this is not an arrest. Please cooperate," Delhi Police personnel tell him.
— ANI (@ANI) October 10, 2026
CJPના વિરોધ પ્રદર્શન સામેની કાર્યવાહી અંગે કોંગ્રેસનું નિવેદન
CJP વિરોધ પ્રદર્શન સામે પોલીસ કાર્યવાહી અંગે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, ‘દેશની રાજધાની એક કિલ્લામાં ફેરવાઈ ગઈ છે. દરેક જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વડાપ્રધાન અને ગૃહ પ્રધાન શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનથી ડરી ગયા છે જે ફક્ત મતદાનનો અધિકાર મેળવવાનો પ્રયાસ કરે છે’.