નવી દિલ્હીઃ રાજધાની ખાતે સીજેપી દ્વારા મોટા આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. જેના કારણે પોલીસ સતર્ક બની થઈ ગઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. SIR અને CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર CJP દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે આજે રાજધાનીમાં હલચલ મચી ગઈ છે. રાજધાનીની તમામ સરહદો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્હી આવતી અને ત્યાંથી રવાના થતી અનેક ટ્રેનો રદ કરવાની સાથે 45 મેટ્રો સ્ટેશનો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
સીજેપીને જંતર મંતર પર પ્રદર્શન કરવાની મંજૂરી નથી મળી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, દિલ્હી પોલીસ દ્વારા સીજેપીને જંતર મંતર પર પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં નથી આવી તેમ છતાં પણ સીજેપીના કાર્યકર્તાઓએ પ્રોટેસ્ટ માટે એલાન કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા દિલ્હી પોલીસે નવી દિલ્હીને કિલ્લામાં ફેરવી દીધું છે. આખી રાજધાનીમાં કુલ 26 હજારથી પણ વધારે પોલીસ અને પેરા મિલિટ્રી જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. આ સાથે નવી દિલ્હી જિલ્લામાં કુલ 300થી પણ વધારે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. આ સાથે દરેક પોલીસ કર્મચારી પણ બોડી વોર્નર કેમેરા સાથે તૈનાત રહેશે.
જંતર મંતર પર 4 કિમીના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ
આંદોલનના એલાનના કારણે જંતર મંતર પર 4 કિમીના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. 45 મેટ્રો સ્ટેશન પર પ્રવેશ અને નિકાસ પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં પ્રવેશ થવાના દરેક રસ્તા પર પોલીસ દ્વારા દરેકની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હીમાં વિવિધ સ્થળોએ લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે અને લોકોને એ જાણ કરવા માટે જાહેરાતો કરવામાં આવી રહી છે કે આજના વિરોધ પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવી નથી. આ જાહેરાતોમાં લોકોને વિરોધ પ્રદર્શન માટે એકઠા ન થવા, સૂત્રોચ્ચાર ન કરવા અને જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
दिल्ली यातायात पुलिस परामर्श कानून एवं व्यवस्था की स्थिति के मद्देनज़र दिनांक 10.10.2026 को दिल्ली के निम्नलिखित मार्गों पर यातायात प्रभावित हो सकता है। यातायात परिवर्तन दिनांक 10.10.2026 को प्रातः 06:00 बजे से तत्कालीन स्थिति के अनुसार यातायात परिवर्तन लागू किए जाएंगे। आम जनता को सूचित किया जाता है कि निम्नलिखित स्थानों एवं आसपास के मार्गों पर आवागमन प्रभावित रह सकता है: 1. शंकर रोड गोल चक्कर–वंदे मातरम् ‘टी’ पॉइंट से नई दिल्ली की ओर 2. धौला कुआँ फ्लाईओवर 3. झंडेवालान गोल चक्कर 4. पंचकुइयां गोल चक्कर 5. मंडी हाउस गोल चक्कर 6. डॉ. दिनेश नंदिनी डालमिया चौक (डब्ल्यू-पॉइंट) 7. राम चरण अग्रवाल चौक (ए-पॉइंट) 8. मिंटो रोड/दीन दयाल उपाध्याय मार्ग 9. गुरु नानक चौक 10. चेम्सफोर्ड रोड–कनॉट प्लेस बाहरी सर्किल टी-पॉइंट 11. भैरों रोड–एमजीएम (रिंग रोड) टी-पॉइंट 12. लोधी रोड फ्लाईओवर 13. नीला गुम्बद गोल चक्कर 14. मदरसा टी-पॉइंट 15. सम्राट होटल गोल चक्कर 16. सरदार पटेल मार्ग–पंचशील मार्ग क्रॉसिंग 17. भीकाजी कामा प्लेस के नीचे 18. मोती बाग फ्लाईओवर के नीचे 19. रिंग रोड–सैन मार्टिन मार्ग टी-पॉइंट 20. अशोका रोड–जंतर मंतर रोड गोल चक्कर 21. विंडसर पैलेस गोल चक्कर 22. टॉलस्टॉय–जनपथ क्रॉसिंग 23. रेल भवन गोल चक्कर 24. जय सिंह रोड–संसद मार्ग क्रॉसिंग 25. कनॉट प्लेस बाहरी सर्किल–बाराखम्बा रोड टी-पॉइंट 26. गोल डाक खाना गोल चक्कर 27. पटेल चौक गोल चक्कर 28. जय सिंह रोड–अशोका रोड टी-पॉइंट 29. आरएमएल अस्पताल गोल चक्कर 30. कनॉट प्लेस बाहरी सर्किल–संसद मार्ग टी-पॉइंट 31. यात्रियों के लिए परामर्श एवं सुझाव * पहले से योजना बनाएं: यदि आप नई दिल्ली और मध्य दिल्ली से होकर रेलवे स्टेशनों, अंतरराज्यीय बस अड्डों (आईएसबीटी) या हवाई अड्डे की ओर जा रहे हैं, तो कृपया यात्रा के लिए अतिरिक्त समय लेकर चलें। * गैर-आवश्यक यात्रा से बचें: यात्रियों से अनुरोध है कि गैर-आवश्यक यात्रा न करें। * परिस्थितियों के अनुसार प्रतिबंध: यातायात प्रबंधन संबंधी उपाय परिस्थितियों के अनुसार बदलते रहेंगे तथा मौके की वास्तविक स्थिति के आकलन के आधार पर प्रतिबंधों में ढील दी जाएगी या यातायात नियंत्रित किया जाएगा। 3. अद्यतन जानकारी प्राप्त करते रहें (वास्तविक समय की जानकारी) ताज़ा जानकारी, वैकल्पिक मार्गों और निरंतर यातायात संबंधी सूचनाओं के लिए कृपया दिल्ली यातायात पुलिस के आधिकारिक माध्यमों को नियमित रूप से देखते रहें I FACEBOOK: https://t.co/XMFa7Ld8gD PLATFORM X: https://t.co/hro9F9Bmge INSTAGRAM: https://t.co/aL9StmHNJn WHATSAPP: 8750871493 HELPLINE NOS.: 1095 / 011-25844444 #DPTrafficAdvisory #DTPUpdates @PMOIndia @HMOIndia @LtGovDelhi @CPDelhi @CMODelhi @DelhiPolice @OfficialDMRC @dtchq_delhi @tweetndmc @FBDPolice @gurgaonpolice @SonipatPolice @jhajjarpolice @ghaziabadpolice @CP_Noida @timesofindia @the_hindu @IndianExpress @AmarUjalaNews @NavbharatTimes @Live_Hindustan @TimesNow @IndiaToday @republic
— Delhi Traffic Police (@dtptraffic) October 9, 2026
સીજેપી પ્રદર્શન પહેલી દિલ્હી પોલીસે સુરક્ષા વધારી
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, સીજેપી પ્રદર્શન પહેલી દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી રહી છે. પોલીસે ગુનાહિત ભૂતકાળ ધરાવતા વ્યક્તિઓને અટકાયતમાં લીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા ગુનાહિત ભૂતકાળ ધરાવતા લગભગ 30 થી 40 લોકોને પકડવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે આજે જનતા માટે ટ્રાફિક અંગેની એડવાઈઝરી પણ જાહેર કરી છે. સવારે 6 વાગ્યાથી અનેક વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે. વધારાના પોલીસ કમિશનર (CP) દિનેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે,પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ડાયવર્ઝનમાં ફેરફાર કરવામાં આવી શકે છે. વાહનચાલકોને જો શક્ય હોય તો બિન-જરૂરી મુસાફરી ટાળવા માટે અપીલ કરવામાં આવી છે.