વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોનું ગોચર અને તેમની પરસ્પર દ્રષ્ટિ માનવજીવન પર ઊંડી અસર છોડે છે. બરાબર એક અઠવાડિયા બાદ એટલે કે 16મી ઓક્ટોબર, 2026ના રોજ આકાશ મંડળમાં એક અત્યંત શક્તિશાળી અને દુર્લભ સંયોગ સર્જાવા જઈ રહ્યો છે. જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન અમુક રાશિના જાતકોને ધનલાભ થઈ રહ્યો છે.
ન્યાયના દેવતા શનિદેવ અને ગ્રહોના સેનાપતિ મંગળદેવ પરસ્પર 120 ડિગ્રીના ખૂણે આવવાથી પ્રભાવશાળી 'નવપંચમ રાજયોગ'નું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષીય ગણતરી મુજબ આ યોગ તમામ 12 રાશિઓ પર સકારાત્મક અસર કરશે, પરંતુ ખાસ કરીને કર્ક, કન્યા અને કુંભ રાશિના જાતકો માટે આ રાજયોગ કોઈ વરદાનથી કમ સાબિત નહીં થાય.
વાત કરીએ નવપંચમ યોગ ક્યારે બને છે એની તો વૈદિક પંચાંગ મુજબ જ્યારે બે મુખ્ય ગ્રહો એકબીજાથી ત્રિકોણ એટલે કે પાંચમા અને નવમા ભાવના સંબંધમાં આવે છે (120 ડિગ્રી પર), ત્યારે નવપંચમ યોગ સર્જાય છે. શનિદેવ કર્મફળ અને સ્થિરતાના પ્રતીક છે, જ્યારે મંગળ ઊર્જા અને સાહસના કારક છે. આ બંને ગ્રહોનો સમન્વય જાતકોને ધૈર્યપૂર્વક સાહસિક નિર્ણયો લેવાની શક્તિ આપે છે, જેનાથી આર્થિક અને સામાજિક સ્તરે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે.
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે આ યોગ ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરશે. તમારામાં આત્મવિશ્વાસ વધવાથી વ્યવસાયિક અને વ્યક્તિગત મહત્વના નિર્ણયો લેવામાં સરળતા રહેશે. વેપારીઓને અણધાર્યો મોટો આર્થિક લાભ થશે. લાંબા સમયથી અટકેલા સરકારી કે ખાનગી કામો નિર્વિઘ્ને પૂરા થશે અને સમાજમાં પ્રતિષ્ઠા તેમજ માન-સન્માન વધશે.
કન્યાઃ
કન્યા રાશિના લોકો માટે આ સમયગાળો ઉત્તમ તકો લઈને આવી રહ્યો છે. બેરોજગાર કે નોકરી શોધી રહેલા યુવાનોને મનપસંદ કરિયર ઓપ્શન મળી શકે છે. અગાઉ કરેલા જૂના રોકાણોમાંથી અણધાર્યો મોટો આર્થિક ફાયદો થશે. આવકના એકથી વધુ સ્ત્રોત ઊભા થવાથી બેંક બેલેન્સમાં નોંધપાત્ર વધારો થશે. શિક્ષણ અને સંશોધન સાથે જોડાયેલા લોકોને મોટી સિદ્ધિ મળશે.
કુંભઃ
શનિની પોતાની રાશિ કુંભના જાતકો માટે આ રાજયોગ જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ અને સમૃદ્ધિ વધારશે. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ આવશે અને બચત વધશે. પરિવારમાં શાંતિપૂર્ણ અને ખુશનુમા માહોલ રહેશે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત થશે તેમજ સ્વાસ્થ્ય સંબંધિત જૂની સમસ્યાઓમાંથી રાહત મળશે.