Sat Oct 10 2026

Logo

વિરોધ પ્રદર્શન પહેલા સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું બીજા દિવસે ઉલ્લંઘન, કાયદાકીય પ્રક્રિયા કરાશે

2026-10-10 17:07:27
Author: Mumbai Samachar Team
વિરોધ પ્રદર્શન પહેલા સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું બીજા દિવસે ઉલ્લંઘન, કાયદાકીય પ્રક્રિયા કરાશે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 9 ઑક્ટોબર 2026ના રોજ કરેલા આદેશનું પાલન ન કરવા અંગે કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની માગ ઊઠી રહી છે. વકીલ નરેન્દ્ર મિશ્રાએ ભારતના ચીફ જસ્ટિસ CJPને એક આવેદનપત્ર સોંપીને આ વાત કહી છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ સમગ્ર મુદ્દાને તરત જ લિસ્ટ કરવામાં આવે અને એના પર સુનાવણી કરવામાં આવે. આ પ્રકારની અપીલ તેમણે કોર્ટને કરી છે. 

આદેશનું ઉલ્લંઘન કેમ કરાયું?

ચીફ જસ્ટિસને સોંપવામાં આવેલા આવેદનમાં એમએ બેબી અને ભારત સંઘ તેમજ અન્ય મામલામાં WP ડાયરી નં. 63544/2026 તથા WP ડાયરી નં.63560/2026નો ઉલ્લેખ કર્યો છે. આવેદન અનુસાર આદેશનું પાલન ન કરવાની અરજીમાં 9 ઑક્ટોબરના રોજ કોર્ટના આદેશનું પાલન ન કરવા, ઉલ્લઘંન કરવાનો મુદ્દો ઊઠાવવામાં આવ્યો છે. આવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં મેટ્રો તથા રેલવે સર્વિસને નિયંત્રણ કરવા, સંચાલન કરવા, સામાન્ય પ્રજા માટે સાર્વજનિક સર્વિસ યથાવત રાખવા તેમજ સંબંધિત અધિકારીઓ દ્વારા ચાર દિવસ અંદર રિપોર્ટ જમા કરાવવાના આદેશ આપ્યા હતા. આવેદન અનુસાર 9 ઑક્ટોબરના રોજ રિપોર્ટમાંથી જણવા મળ્યું હતું કે, 250થી વધારે ટ્રેન રદ્દ કરી દેવામાં આવી હતી. 45 મેટ્રો સ્ટેશન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. સવારથી જ આ મેટ્રો સ્ટેશન બંધ રહ્યા હતા. 

કોર્ટના આદેશનું પાલન ન થયું?

આનાથી કોર્ટના આદેશનું પાલન કેમ નથી કરવામાં આવ્યું એ વિષયને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. જનહિત અને કોર્ટની અવમાનનાની અરજીને તરત જ ભારતના ચીફ જસ્ટિસ સમક્ષ મૂકવામાં આવે. તેથી યોગ્ય નિર્દેશ જાહેર થતા એનું પાલન કરાવી શકાય. આ માટે આ મુદ્દે ઝડપથી સુનાવણી થાય એવું વકીલ ઈચ્છે છે. આ પહેલા 9 ઑક્ટોબરના રોજ ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી તથા જસ્ટિસ વી. મોહનાની બેંચે સ્પષ્ટતા કરી હતી કે, મેટ્રો સ્ટેશન કે રેલવે સ્ટેશનની સમગ્ર ચેનલ પર કોઈ રોક લગાવવામાં ન આવે. બ્રેક લગાવવામાં ન આવે. આનું સંચાલન સુચારૂ તથા નિયંત્રિત રીતે થવું જોઈએ. પણ શનિવારે આવું કંઈ જોવા મળ્યું નહીં. આ કારણે કોર્ટના આદેશનું પાલન થયું નથી.