હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ ગરમી, ઉકળાટનો કહેર જોવા મળી રહ્યો છે. જોકે, આજના સોશિયલ મીડિયાના જમાનામાં સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો અને 'દેશી નુસ્ખા' વાઈરલ થતા હોય છે, જેનાથી ગરમી ઓછી લાગશે એવા દાવા કરવામાં આવે છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક વીડિયો વાઈરલ થયો, જેમાં તેઓ ખિસ્સામાં ડુંગળી રાખવાની જૂની માન્યતા વિશે વાત કરતા જોવા મળ્યા હતા. પરંતુ, શું ખરેખર ખિસ્સામાં ડુંગળી રાખવાથી લૂ એટલે કે હીટ સ્ટ્રોકથી બચી શકાય છે? ચાલો જાણીએ...
Union Minister Jyotiraditya Scindia : “I don’t use AC in my car, I don’t sit in an air-conditioned environment, and I just carry an onion to beat the heat in summer.”
— Veena Jain (@Vtxt21) April 27, 2026
He lives in Jai Vilas Palace in Gwalior, which has more than 400 rooms, where hundreds of air conditioners are… pic.twitter.com/uHx9tTN5B7
હાલમાં જ સામે આવેલા એક રિપોર્ટમાં જે આંકડાઓ સામે આવ્યા છે એ ઉંઘ ઉડાડનારા છે. વિશ્વના સૌથી ગરમ 100 શહેરોમાં 95 શહેરો ભારતના છે, આ એક ખરાબ અને શરમજનક રેકોર્ડ છે. વાત કરીએ જ્યોતિરાદિત્ય સિંધિયાના ખિસ્સામાં ડુંગળી રાખવાના નુસખા વિશે તો ભારતના ગ્રામીણ વિસ્તારોમાં વર્ષોથી એવી માન્યતા છે કે ડુંગળી ગરમીને સોષી લે છે, તેથી વડીલો ઘરની બહાર નીકળતી વખતે ખિસ્સામાં ડુંગળી રાખવાની સલાહ આપવામાં આવે છે.
વાત કરીએ આ વિશે નિષ્ણાતો અને સાયન્સ શું કહે છે એની તો મેડિકલ સાયન્સ આ માન્યતાને સદંતર નકારે છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ખિસ્સામાં ડુંગળી રાખવાથી શરીરના તાપમાન પર કોઈ જ અસર થતી નથી. આ માત્ર એક પ્રકારની 'પ્લેસિબો ઈફેક્ટ' (માનસિક સંતોષ) હોઈ શકે છે.
લૂ ક્યારે લાગે છે એ વિશે વાત કરતાં એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે જ્યારે શરીરનું આંતરિક તાપમાન ખૂબ વધી જાય અને પરસેવો નીકળવાની પ્રક્રિયા (શરીરનું કૂલિંગ સિસ્ટમ) ખોરવાય ત્યારે લૂ લાગે છે. આ સમયે શરીરને પાણી અને ઈલેક્ટ્રોલાઇટ્સની જરૂર હોય છે, ખિસ્સામાં કોઈ વસ્તુ રાખવાની નહીં.
હવે વાત કરીએ જો ડુંગળીને ડાયેટમાં સામેલ કરવાથી થતાં ફાયદાઓ વિશે તો તેમાં રહેલા વિટામિન સી, બી6 અને પોટેશિયમ ત્યારે જ ફાયદો આપે છે જ્યારે તમે તેને ખોરાકમાં લો. આ સિવાય ડુંગળીમાં 'ક્વેરસેટિન' નામનું કમ્પાઉન્ડ હોય છે જે સોજો ઘટાડવામાં મદદરૂપ છે, પણ તે શરીરમાં પ્રવેશવું જરૂરી છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ ચોક્કસ શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...