Sat Aug 29 2026

Logo

વડાલાના સલૂનમાં આગ: એક દાઝ્યો

2026-05-04 17:57:05
Author: યોગેશ સી પટેલ
વડાલાના સલૂનમાં આગ: એક દાઝ્યો

મુંબઈ: વડાલાના સલૂનામાં લાગેલી આગે બાજુના કાપડના કારખાનાને પણ ચપેટ લીધી હતી. આગમાં સિનિયર સિટીઝન દાઝતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર વડાલાના સંગમ નગર ખાતેના સોલ્ટ પાન રોડ પર આવેલા મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પરના સલૂનમાં રવિવારની મધરાતે 1.34 વાગ્યે આગ લાગી હતી. સલૂનમાંના સાધનો અને ઈલેક્ટ્રિકની વસ્તુઓમાં લાગેલી આગ બાજુના કાપડના કારખાના સુધી ફેલાઈ હતી. આગમાં કારખાનાને પણ ખાસ્સું નુકસાન થયું હતું.

આ ઘટનામાં મોહમ્મદ ઉમર (65) આઠથી નવ ટકા દાઝ્યા હતા. સારવાર માટે તેને સાયનની લોકમાન્ય ટિળક મહાપાલિકા જનરલ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર તેની તબિયત સુધારા પર હોવાનું પોલીસે જણાવ્યું હતું.
દરમિયાન આગની માહિતી મળતાં ચાર ફાયર એન્જિન અને ફાયરફાઈટિંગનાં અન્ય વાહનો સાથે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ પાંચેક કલાક બાદ સવારે છ વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. (પીટીઆઈ)