Mon Sep 07 2026

Logo

સરકે ચુનર તેરી સરકે... ગીતને લઈને હવે નોરા ફતેહીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું કે હું તો...

2026-03-18 22:00:00
Author: Darshana Visaria
સરકે ચુનર તેરી સરકે... ગીતને લઈને હવે નોરા ફતેહીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું કે હું તો...

Nora Fatehi


હાલમાં સંજય દત્ત અને નોરા ફતેહીની અપકમિંગ પેન ઈન્ડિયા ફિલ્મ કેડીઃ ધ ડેવિલનું ગીત સરકે ચુનર તેરી સરકે સતત વિવાદોમાં છે. ગીતમાં ડબલ મિનીંગ શબ્દોનો ઉપયોગ કરવાને કારણે ઓડિયન્સથી લઈને સીબીએફસી અને દિલ્હી પોલીસના નિશાના પર આ ગીત આવી ગયું છે. જોકે, હવે આ આઈટમ નંબર કરનારી બોલીવૂડ એક્ટ્રેસે આ વિવાદને લઈને મૌન તોડ્યું છે. નોરાએ કહ્યું હતું કે આ ગીત ત્રણ વર્ષ પહેલાં કન્નડમાં શૂટ થયું હતું અને કન્નડ ન આવડતી હોવાને કારણે હું ટ્રાન્સલેશનના ભરોસા પર હતી. જ્યારે મેં ટ્રાન્સલેશન સાંભળ્યું ત્યારે મને એમાં કંઈ પણ અશ્લીલ કે વાંધાજનક ના લાગ્યું. ચાલો જોઈએ નોરાએ વધુમાં શું કહ્યું છે આ ગીત વિશે... 

નોરા ફતેહીએ આ ગીત વિશે વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે મારી જાણકારી વિના જ આ ગીતની અશ્લીલ અને અભદ્ર ડબિંગ કરવામાં આવ્યું છે. આ સિવાય આ વીડિયોમાં એની પરવાનગી વિના જ એઆઈથી બનાવવામાં આવેલા તેના ફોટાઓનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. નોરાએ ફેન્સને અપીલ કરી છે કે તેઓ સ્ટાર્સને સવાલ કરવાને બદલે ફિલ્મમેકર્સને સવાલો પૂછે જે ડિસિઝન મેકર્સ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરા ફતેહીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરી અત્યાર સુધી આ મામલે ચૂપકિદી સેવવાનું કારણ પણ જણાવ્યું હતું. નોરાએ જણાવ્યું હતું કે મારા એક નજીકના મિત્રનું નિધન થયું હતું અને હું એવા લોકેશન પર હતી કે જ્યાં નેટવર્કની સમસ્યા હતી. આ વીડિયોમાં નોરાએ આગળ જણાવ્યું કે આ ગીત ત્રણ વર્ષ પહેલાં સેન્ડલવુડમાં શૂટ કર્યું હતું. મેં આ ગીત માટે હા કહી કારણ કે આ એક મોટી ફિલ્મ હતી અને મને સંજય દત્ત સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. 

નોરાએ એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે તેને લાગ્યું હતું કે આ નાયક નહીં ખલનાયક હુંનું રિમેક છે. એટલું જ નહીં નોરાને કન્નડ ભાષા ન આવડતી હોવાને કારણે તેણે આ ગીતના લિરીક્સ સમજવા માટે ટ્રાન્સલેશનની મદદ લીધી અને એ સમયે તેને આ ગીતમાં કંઈ જ વાંધાજનક નહોતું લાગ્યું. સેટ પર મેકર્સે જે ટ્રાન્સલેટ કરીને જણાવ્યું એ ગીતમાં મને કંઈ જ અશ્લીલ નહોતું લાગ્યું. 

વીડિયોમાં નોરાએ સ્પષ્ટતા કરી છે કે આ ગીતના હિંદી ડબ વર્ઝન અને લિરીકલ વીડિયો માટે મારી પરવાનગી લેવામાં આવી નહોતી. જ્યારે હું લોન્ચ ઈવેન્ટમાં પહોંચી ત્યારે મેં જોયું કે વીડિયોમાં મારા ઘણા ખરાબ ફોટો વાપરવનામાં આવ્યા હતા. જે લોકો મને ઓળખે છે એ લોકોને ખ્યાલ હોય જ છે કે હું મારા ફોટો પહેલાં અપ્રૂવ કરે છે. આ સિવાય મારા અને સંજય દત્તના જે ફોટો લગાવવામાં આવ્યા છે એ પણ એઆઈ જનરેટેડ છે. હું એઆઈની પહેલાંથી જ વિરુદ્ધ છું આ જોઈને મનને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. 

નોરાએ પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું કે હું ખુશ છું કારણ કે દર્શકોના દબાણને કારણે મેકર્સે આ ગીત હટાવવાનો વારો આવ્યો હતો. હું લોકોને અપલ કરી છું કે આ ગીતને શેર કરીને એને વધુ માઈલેજ ના આપે. ભવિષ્યમાં હું અને મારી ટીમ આવા કિસ્સાઓને લઈને વધારે સતર્ક રહીશું.