નોઈડાઃ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના ફેઝ 2 માં પગાર વધારાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કર્મચારીઓ હિંસક બન ગયાં હતાં. કંપનીથી નારાજ કર્મચારીઓએ અનેક નવી ગાડીઓમાં તોડફોડ કરી અને કેટલીક ગાડીઓને આગ પણ લગાવી દીધી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સ્થિતિને કાબૂમાં લેવા માટે આવેલી પોલીસ સાથે પણ આ કર્મચારીઓને હાનાકાની કરી હતી. પહેલા તો ઉગ્ર વિવાદ થયો અને બાદમાં પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરીને ગાડીને પલટી દીધી હતી. આ કર્મચારીઓ હિંસક રીતે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે છેલ્લા ચાર દિવસથી નોઈડામાં આ કર્મચારીઓ પ્રદર્શન કરી રહ્યાં છે. આજે તો આ કર્મચારીઓ હિંસક બની ગયા અને ગાડીઓમાં આગ લગાવવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં પરંતું કંપનીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પથ્થરમારો થયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
પગારમાં વધારાની માંગ ના સ્વીકારી તો હિંસક પ્રદર્શન
#WATCH | Uttar Pradesh: Vehicles and properties vandalised and stones pelted in Phase 2 of Noida where a large number of employees of a company gathered in protest over their demands for a salary increment. Heavy Police deployment made here to bring the situation under control.… pic.twitter.com/1B0axJZSBN
— ANI (@ANI) April 13, 2026
આ કર્મચારીઓની માંગની વાત કરવામાં આવે તો, મોટી સંખ્યામાં કર્મચારીઓ પગારમાં વધારો કરવાની માંગ કરી હતી. પરંતુ કંપનીએ તેનો સ્વીકાર ના કર્યો એટલા માટે કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરવા લાગ્યાં હતાં. કંપનીથી નારાજ કર્મચારીઓએ અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસને પણ તૈનાત કરી દેવામાં આવી છે. હજી પણ અહીં કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે, જો કે, પોલીસનો કાફલો આવી ગયો હોવાના કારણે સ્થિતિ કાબૂમાં છે તેવું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. નોઈડા વિરોધ પ્રદર્શન
લઘુત્તમ વેતનમાં 35 ટકાનો વધારો કરવા માંગ
કર્મચારીઓનો આરોપ છે કે હરિયાણા સરકાર દ્વારા લઘુત્તમ વેતનમાં 35 ટકાનો વધારો કરવા છતાં, નોઈડાની કંપનીઓ વેતન વધારો આપવા તૈયાર નથી. તેમણે કર્મચારીઓ માટે સમાન પગાર, ઓવરટાઇમ માટે બમણું પગાર, સમયસર પગાર ચુકવણી અને કાર્યસ્થળ સલામતી તેમજ ઉત્પીડન સામે કાર્યવાહીની માંગ કરી છે.