હાલમાં જ એક પ્રાઈવેટ કંપની' દ્વારા આયોજિત 'મોસ્ટ પાવરફુલ વુમન' ઈવેન્ટમાં નીતા અંબાણીની હાજરી ખૂબ જ આકર્ષક રહી હતી. આ કાર્યક્રમમાં તેમણે પરંપરાગત ભારતીય પહેરવેશ પસંદ કરીને ભારતીય સંસ્કૃતિ અને વણાટ કળાને વૈશ્વિક મંચ પર ગૌરવ અપાવ્યું હતું. આ ઈવેન્ટમાં નીતા અંબાણીએ પહેરેલી સાડી તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો, તેની ખાસિયત શું છે એ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ આ તમામ સવાલોના જવાબ આગળ સ્ટોરીમાં...
ઈવેન્ટમાં નીતા અંબાણીએ પહેરેલી બનારસી સાડી વાસ્તવમાં કારીગરીનો અદભૂત નમૂનો છે. આ સાડીને તૈયાર કરવામાં આશરે બે મહિનાનો સમય લાગ્યો હતો. વારાણસીના કુશળ અને પારંપરિક કારીગરો દ્વારા પોતાના હાથવણાટથી આ સાડી તૈયાર કરવામાં આવી હતી, જેમાં ઝીણવટભરી જરીકામ અને જટિલ ડિઝાઇન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારની સાડીઓ માત્ર વસ્ત્ર નથી, પરંતુ તે ભારતીય વારસાનું પ્રતીક માનવામાં આવે છે.
નીતા અંબાણીએ પોતાના આ રોયલ લૂકને કમ્પલિટ કરવા માટે ડાયમંડ જ્વેલરી સ્ટાઈલ કરવાનું પસંદ કર્યું હતું. તેમની પસંદગીના આ દાગીના સાડીની ભવ્યતા સાથે ખૂબ જ સારી રીતે બંધ બેસતા હતા. તેમના સમગ્ર દેખાવમાં સાદગી અને ભવ્યતાનું એક અનોખું સંતુલન જોવા મળ્યું હતું. નીતા અંબાણી અવારનવાર તેમના પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળે છે અને તેઓ ભારતીય હસ્તકલા તથા સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવામાં હંમેશા આગળ રહે છે.
હંમેશા પોતાના લૂક અને સ્ટાઈલ સ્ટેટમેન્ટથી લાઈમલાઈટ લૂંટવા માટે જાણીતા નીતા અંબાણીનો આ લૂક સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર નેટિઝન્સ નીતા અંબાણીના આ લૂકના વખાણ કરતાં નથી થાકી રહ્યા.
તેમના આ દેખાવની પ્રશંસા સોશિયલ મીડિયા પર પણ ખૂબ થઈ રહી છે. લોકો તેમની આ પસંદગીને માત્ર એક ફેશન સ્ટેટમેન્ટ તરીકે જ નહીં, પરંતુ ભારતીય કલા અને કારીગરો પ્રત્યેના તેમના આદર તરીકે પણ જોઈ રહ્યા છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે નીતા અંબાણી આધુનિકતાની સાથે સાથે પોતાની પરંપરાઓને જાળવી રાખવામાં પણ માન આપે છે. તમે પણ નીતા અંબાણીનો આ વાઈરલ લૂક જોયો કે નહીં? ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...