Mon Sep 07 2026

Logo

નિર્જલા એકાદશી પર રચાશે અત્યંત દુર્લભ 'લક્ષ્મી નારાયણ રાજયોગ', ચાર રાશિના જાતકો પર થશે ધનવર્ષા અને પ્રગતિ...

2026-06-20 16:42:21
Author: Darshana Visaria
નિર્જલા એકાદશી પર રચાશે અત્યંત દુર્લભ 'લક્ષ્મી નારાયણ રાજયોગ', ચાર રાશિના જાતકો પર થશે ધનવર્ષા અને પ્રગતિ...

ChatGTP Ai Generated Image


હિન્દુ ધર્મમાં એકાદશી તિથિને અત્યંત પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે, પરંતુ જ્યારે વાત નિર્જલા એકાદશીની આવે છે, ત્યારે તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. એવી ધાર્મિક માન્યતા છે કે જે શ્રદ્ધાળુઓ નિયમપૂર્વક નિર્જલા એકાદશીનું વ્રત રાખે છે, તેમને વર્ષભરની તમામ એકાદશીઓનું પુણ્યફળ એકસાથે મળી જાય છે. પરંતુ આ વર્ષે 25મી જૂનના નિર્જલા એકાદશી પર એક અદભુત સંયોગ બની રહ્યો છે, કારણ કે આ શુભ અવસરે આકાશમાં અત્યંત પ્રભાવશાળી લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે બુદ્ધિનો કારક બુધ અને સુખ-સમૃદ્ધિનો કારક શુક્ર બંને ગ્રહો એક જ રાશિમાં યુતિ કરે છે ત્યારે લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થાય છે. આ વખતે આ બંને ગ્રહો કર્ક રાશિમાં એકસાથે બિરાજમાન થઈ રહ્યા છે. બુધ વેપાર, વાણી અને જ્ઞાનનો કારક છે, જ્યારે શુક્ર ભૌતિક સુખ-સુવિધાઓ અને વૈભવ આપે છે. આ બંનેની યુતિથી જીવનમાં સકારાત્મક પરિવર્તન અને આર્થિક ઉન્નતિના દ્વાર ખુલે છે. ચાલો જાણીએ કે આ રાજયોગના કારણે કઈ ચાર રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે...

મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે આ રાજયોગ ખૂબ જ શુભ પરિણામો લઈને આવશે. લાંબા સમયથી જે લોકો નવી નોકરી કે કરિયરમાં બદલાવની રાહ જોઈ રહ્યા હતા, તેમને મનવાંછિત સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે અને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. આર્થિક મોરચે પણ અચાનક ધનલાભ થવાના યોગ છે. વેપારમાં કરેલું રોકાણ મોટો નફો આપી શકે છે.

કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે આ રાજયોગ સૌથી વધુ વિશેષ છે, કારણ કે બુધ અને શુક્રની આ યુતિ કર્ક રાશિમાં જ થઈ રહી છે. આ કારણે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સામાજિક અને વ્યાવસાયિક જીવનમાં તમારું માન-સન્માન વધશે અને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આ સમય સર્વશ્રેષ્ઠ છે.

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકો માટે નિર્જલા એકાદશી ખુશીઓના સમાચાર લઈને આવી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે, જેનાથી તમે તમારા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો. નાણાકીય બાબતોમાં તમારી સ્થિતિ મજબૂત થશે અને બચતમાં વધારો થશે. આ સમય દરમિયાન કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જે ભવિષ્યમાં વ્યવસાયિક રીતે ખૂબ ફાયદાકારક સાબિત થશે. પારિવારિક જીવનમાં મધુરતા રહેશે.

મીનઃ

મીન રાશિના લોકો માટે આ સમય શુભ ફળદાયી સાબિત થશે. લાંબા સમયથી અટકેલી યોજનાઓ ફરી ગતિ પકડશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે અને અચાનક કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. નોકરીયાત વર્ગને નવી જવાબદારીઓ સાથે પ્રમોશન મળવાની પણ શક્યતાઓ છે.

વધુ જુઓ...