Fri Sep 04 2026

Logo

સપ્તાહના અંતિમ સેશનમાં સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાનમાં, નિફ્ટી 23,400ની ઉપર ખુલ્યો, સેન્સેક્સ 74,600ની ઉપર

2026-06-05 09:45:00
Author: Mumbai Samachar Team
સપ્તાહના અંતિમ સેશનમાં સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાનમાં, નિફ્ટી 23,400ની ઉપર ખુલ્યો, સેન્સેક્સ 74,600ની ઉપર

સપ્તાહના અંતિમ સેશનમાં ભારતીય શેરબજારો ગ્રીન ઝોનમાં ખુલ્યા છે. આરબીઆઇની મોનેટરી પોલીસી પહેલા સેન્સેક્સ અને નિફ્ટીમાં લીલા નિશાન સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ ગુરુવારે 74,360.01ની સપાટીએ બંધ રહ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 269.93ના વધારા સાથે 74,629.94ની સપાટીએ ખુલ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી ગુરુવારે  23,416.55ની સપાટીએ બંધ રહ્યો હતો. સપ્તાહના અંતે નિફ્ટી 62.40 પોઇન્ટના વધારા સાથે 23,478.95ની સપાટીએ ખુલ્યો હતો.  

નિફ્ટીમાં વધનારા શેરો

શુક્રવારે નિફ્ટીમાં વધનારા શેરો પર નજર કરીએ તો એચડીએફસી લાઇફ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વના શેરોમા લેવાલીનો કારોબાર જોવા મળ્યો. આ ઉપરાંત ગો ડિજિટ, આદિત્ય ઇન્ફોટેક, શિપિંગ કોર્પોરેશન, કોહેન્સ લાઇફ, ઝી એન્ટર ટેઇનમેન્ટમાં પણ તેજી તરફી ટ્રેન્ડ જોવા મળ્યો. 

નિફ્ટીમાં ઘટનારા શેરો

બીજી તરફ નિફ્ટીમાં ઘટનારા શેરો પર નજર કરીએ તો વિપ્રો, ટાટા સ્ટીલ, હિદાલ્કો, ટ્રેન્ટ, ઇન્ટરગ્લોબ એવિએશન, એચએફસીએલ, ફિઝિક્સવાલા, બીઓબી, જીઇ શિપિંગ, નાલ્કોના શેરમાં વેચવાલી જોવા મળી. આ તમામ શેરો રેડ ઝોનમાં કારોબાર કરતા દેખાયા.

એશિયન બજારોના હાલ

એશિયન બજારોની વાત કરીએ તો મોટા ભાગના બજારો રેડ ઝોનમાં જોવા મળ્યા. નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગ, તાઇવાન, કોસ્પી, જકાર્તા કોમ્પોઝિટ પર વેચવાલીના પ્રેશર સાથે રેડ ઝોનમાં ટ્રેડ કરતા દેખાયા. જો કે શાંઘાઇમાં લીલા નિશાન સાથે લેવાલીનો માહોલ જોવા મળ્યો.