નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ એન.એસ.રાજા સુબ્રમણિ (રિટાયર્ડ)ને દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS નિયુક્ત કર્યા છે. તે હાલના CDS જનરલ અનિલ ચૌહાણનું સ્થાન લેશે. અનિલ ચૌહાણનો કાર્યકાળ 30 મે, 2026ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. પદભાર ગ્રહણ કરવાની સાથે જ લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણિ સૈન્ય બાબતોના વિભાગ (DMA)ના સચિવ તરીકે પણ કાર્ય કરશે.
લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિનું સૈન્ય કરિયર શાનદાર રહ્યું છે. તેઓ હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS)માં સૈન્ય સલાહકાર તરીકે કાર્યરત છે. આ અગાઉ તેઓ સેનામાં ઉપપ્રમુખ અને મધ્ય કમાનના જીઓસી ઇન સી (GOC-in-C) જેવા મહત્વપૂર્ણ પદો પર પોતાની સેવા આપી ચૂક્યા છે. તેમની આ નિયુક્તિ થિયેટર કમાન્ડ અને સશસ્ત્ર દળોના એકીકરણની પ્રક્રિયાને આગળ વધારવામાં મહત્વની માનવામાં આવી રહી છે.
લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિ નેશનલ ડિફેન્સ એકેડમી (NDA), જોઇન્ટ સર્વિસિઝ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ (યુકે) અને નેશનલ ડિફેન્સ કોલેજ (નવી દિલ્હી)ના પૂર્વ સ્ટુડન્ટ રહી ચૂક્યા છે, તેમણે કિંગ્સ કોલેજ લંડનમાંથી માસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
ડિસેમ્બર 1985માં લેફટનન્ટ જનરલ એનસ.એસ.રાજા સુબ્રમણિને ગઢવાલ રાઇફલ્સમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. દરમિયાન વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથનને ભારતીય નેવીના નેકસ્ટ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 31 મેના રોજ પદભાર ગ્રહણ કરશે અને તેમનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2028 સુધીનો રહેશે.
સીડીએસનું પદ ભારતની ત્રણે સેનાઓ- નેવી, આર્મી, વાયુસેના વચ્ચે સંતુલન સ્થાપિત કરવા માટે બનાવાયું હતું. સીડીએસ રાષ્ટ્રીય સુરક્ષા અને સૈન્ય રણનીતિ જેવા મહત્વના નિર્ણયોમાં સરકારને સલાહ આપવાનું કામ કરે છે.
4 દશકથી વધુનો અનુભવ ધરાવે છે નવા CDS
નવા CDSને PVSM, AVSM, SM, VSM જેવા અનેક સૈન્ય સન્માન મળી ચૂક્યા છે. તેમણે પશ્ચિમી અને ઉત્તરી સીમાઓ પર ઘણી મહત્વની જવાબદારીઓ સંભાળી છે. તેઓ વાઇસ ઓફ આર્મી સ્ટાફ પણ રહી ચૂક્યા છે. સરકારે તેમની રણનીતિક સમજ અને લાંબા અનુભવને ધ્યાનમાં રાખીને દેશના નવા CDS બનાવ્યા છે.
સરકારની આ નિયુક્તિઓ ભારતીય સશસ્ત્ર દળોમાં નેતૃત્વ પરિવર્તનની દ્રષ્ટિએ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. નવા સૈન્ય નેતૃત્વની કમાન હેઠળ ભારત પોતાના રક્ષા તૈયારીઓ, સંયુક્ત સૈન્ય રણનીતિ અને દરિયાઇ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકશે.
Government of India appoints Lieutenant General N S Raja Subramani PVSM, AVSM, SM, VSM (Retd.) as the Chief of Defence Staff, who shall also function as Secretary to Government of India, Department of Military Affairs, with effect from the date of assumption of charge and until… pic.twitter.com/FpGolQxe5a
— ANI (@ANI) May 9, 2026