રાસુવાઃ નેપાળમાં અચાનક ભયાનક પૂર આવ્યું હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. તિબેટ બાજુથી આવેલું આ ભયાનક પૂર નેપાળમાં તહાબી મચાવી રહ્યું છે. પ્રચંડ પૂરને કારણે નેપાળના રાસુવા જિલ્લાના તૈમુરે બજાર વિસ્તારમાં વ્યાપક વિનાશ થયો છે. નેપાળના રાસુવા જિલ્લાના તૈમુરે બજારમાં પણ ભારે તારાજી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 1000 થી વધારે લોકો પૂરમાં તણાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, આ આંકડા અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી છે.
તૈમુરે અને બે પડોશી બજાર વિસ્તારો સંપૂર્ણપણે નાશ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, નેપાળના લેંડે ખોલા (ભોટેકોશી) માં આવેલા પૂરને કારણે રાસુવા સરહદ ક્રોસિંગ પર વ્યાપક નુકસાન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તૈમુરે અને બે પડોશી બજાર વિસ્તારો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. પૂરના દ્રશ્યો જોતા મોટા પ્રમાણમાં નુકસા નથું હોવાની આંસકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અચનાક આવેલા આ પૂરના કારણે લોકોને બચીને ભાગવનો પણ સમય મળ્યો નથી. અત્યારે આ પૂરના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.
મોટી સંખ્યામાં વાહનો આ ભયાનક પૂરમાં તણાયા
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે રાસુવામાં મોટી સંખ્યામાં વાહનો અને સામાન પણ આ પૂરમાં તણાયો છે. આ અંગે જિલ્લા અધિકારી દ્વારા વિગતો આપવામાં આવી છે કે, પૂરને કારણે બજાર અને કસ્ટમ ઓફિસ વિસ્તારમાં પણ વ્યાપક નુકસાન થયું છે. સમગ્ર સ્થિતિને ધ્યાને રાખતા નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપનની એક કટોકટી બેઠક બોલાવી છે. આ સાથે પૂર પ્રભાવિત વિસ્તારોમાં સત્વરે રાહત અને મદદ પહોંચાડવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે.
નેપાળમાં આવેલા પૂરમાં આંખના પલકારે ઇમારાત વહી ગઈ...#Nepal #flood #BhoteKoshipic.twitter.com/1jkNpLjhJR
— Vimal Prajapati GJ (@mgvimal_12) August 26, 2026
દરેક હેલિકોપ્ટર કંપનીઓને તૈયાર રહેવા આદેશ
તમને જણાવી દઈએ કે, આજે સવારે 9 વાગ્યે અચાનક આવેલા પૂરના કારણે તૈમુરે બજાર વિસ્તાર ખૂબ જ પ્રભાવિત થયો છે. અનેક વાહનો તણાઈ ગયા, લોકોના ઘરો પણ ધરાશાયી થયા અને પૂરના પ્રવાહમાં 1000 થી વધારે લોકો તણાઈ ગયાંની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાહત અને બચાવ કાર્ય માટે નેપાળી સેના પણ કામે લાગી ગઈ છે. અત્યારે લોકોને બચાવાવ માટે નેપાળી સેનાના બે હેલિકોપ્ટર કામે લાગી ગયાં છે. એટલું જ નહીં પરંતુ નેપાળી પીએમ દ્વારા દરેક હેલિકોપ્ટર કંપનીઓને પણ બચાવકાર્ય માટે તૈયાર રહેવા માટે આદેશ આપી દીધો છે.
તિબેટથી આવેલા વિનાશક પૂરે નેપાળમાં ભારે તબાહી મચાવી છે; 1,000 લોકો તણાઈ ગયા હોવાની આશંકા #Nepal #burstflood #tibet #Floodpic.twitter.com/cOxUST4pIU
— Vimal Prajapati GJ (@mgvimal_12) August 26, 2026
નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ
ભોટે કોશી નદીમાં પૂરને કારણે આ સ્થિતિને ધ્યાને રાખતા ખાસ કરીને રાસુવા, નુવાકોટ, ધાડિંગ, ગોરખા અને ચિતવનમાંથી વહેતી નદીઓના કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. જો કોઈ પણ સ્થળે શોધ અને બચાવ કામગીરી અથવા કોઈપણ પ્રકારની સહાયની જરૂર હોય, તો કૃપા કરીને તાત્કાલિક ટોલ-ફ્રી નંબર 1234 પર સંપર્ક કરો. ગૃહમંત્રીએ લોકોને પૃથ્વી હાઇવે, ગલછી-નુવાકોટ-રસુવા-સ્યાફ્રુબેસી રોડ અને મુગલિંગ-નારાયણઘાટ રોડ પર મુસાફરી ન કરવા પણ વિનંતી કરી છે, અને આ માર્ગો પર અવરજવર સંપૂર્ણપણે બંધ રાખવાની હાકલ કરી છે.