Tue Jul 14 2026

Logo

નેપાળમાં લોકો ફરી રસ્તા પર ઉતર્યા, બાલેન શાહ સરકારનો વિરોધ

Kathmandu   2026-07-13 22:20:18
Author: Chandrakant Kanoja
Article Image

કાઠમંડુ: નેપાળમાં લોકો ફરી એકવાર રસ્તા પર ઉતર્યા છે. જે હાલમાં જ ચૂંટાયેલા બાલેન શાહની સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વહીવટીતંત્રના કડક વલણના પગલે લોકો બાલેન શાહ સરકાર પર આક્રોશમાં  છે.

ગેરકાયદે દબાણ વિરુદ્ધ કડક પગલાં 

આ અંગે મળતી માહિતી મુજબ સરકારી  અધિકારીઓ ગેરકાયદે દબાણ વિરુદ્ધ   કડક પગલાં લઈ રહ્યા છે. જેના લીધે ગરીબો અને બેઘર લોકો માટે મુશ્કેલીઓ વધી છે. જેથી લોકો  વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 

 સરકારના નિર્ણય સામે વિરોધ

જેમાં હજારો ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ તેમને વૈકલ્પિક પુનર્વસનની વ્યવસ્થા વિના બહાર કાઢવાના 12 જુલાઈના સરકારના નિર્ણય સામે વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન યુનાઈટેડ નેશનલ લેન્ડલેસ મોરચાના કોલ પર આયોજિત આ પ્રદર્શન કાઠમંડુમાં સિંહદરબાર સચિવાલયની સામે સ્થિત મૈતીઘર મંડલા ખાતે થયું હતું. 

ગરીબો પર અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા 

જેમાં પ્રદર્શનકારીઓ ગરીબો પર અત્યાચાર બંધ કરો અને માનવ અધિકારને માનવાના નારા લગાવ્યા હતા. તેમજ ભૂમિહીન ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓને આશ્રય આપો" જેવા સૂત્રો વિરોધ પ્રદર્શન કર્યું  હતું.