Wed Jun 10 2026

Logo

NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો, 10 વિદ્યાર્થીઓને સંભિવત પેપર્સ વેચ્યા હતા

2026-05-13 18:13:13
Author: Chandrakant Kanoja
Article Image

જયપુર: દેશના NEET પેપર લીક કેસની સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન આરોપી દિનેશે મોટો ખુલાસો કર્યો છે. દિનેશે 10 વિદ્યાર્થીઓને સંભિવત(Guess Paper)સવાલો સાથેના પેપર્સ  વેચ્યા હતા. તેમની પાસેથી રોકડા નાણાં લીધા હતા. દિનેશે પોતાના નાણાં નીકાળવા માટે આ પેપર્સ વેચ્યા હતા. 

જયપુરમાંથી અન્ય બે લોકોની પણ ધરપકડ 

દિનેશે ગુરુગ્રામના રહેવાસી યશ પાસેથી સંભિવત પેપર્સ મેળવ્યું હતું. સીબીઆઇ આજે તમામ આરોપીઓને કસ્ટડીમાં લઈને દિલ્હી જવા રવાના થાય તેવી શક્યતા છે. દિનેશ બિવાલ જયપુર ગ્રામીણ માટે ભાજપ યુવા મોરચાના જિલ્લા મહામંત્રી તરીકે સેવા આપે છે. જ્યારે  રાજસ્થાન પોલીસના એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે સીબીઆઇએ NEET-UG 2026 પરીક્ષા પેપર લીક કેસના સંદર્ભમાં જયપુર જિલ્લાના જામવા રામગઢ શહેરમાંથી બે ભાઈઓની ધરપકડ કરી છે. 

15 લાખમાં સંભવિત પેપર્સ ખરીદ્યું  હતું 

રાજસ્થાન એસઓજી ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દિનેશ બિવાલ અને તેના ભાઈ માંગીલાલ બિવાલને હરિયાણાના એક વ્યક્તિ પાસેથી NEET-2026 માટે 120 પ્રશ્નો ધરાવતું સંભવિત પેપર્સ મેળવતા પકડવામાં આવ્યા હતા. તેમણે તે રૂપિયા 15 લાખમાં ખરીદ્યું હતું અને ત્યારબાદ તેને સીકરના ઘણા વિદ્યાર્થીઓને વેચી દીધું હતું.  જ્યારે સીબીઆઇએ આજે ​​સવારે તેમની ધરપકડ કરી હતી અને તેમને દિલ્હી લઈ ગઈ હતી.