Tue Oct 06 2026

Logo

લોકસભામાં મહિલા અનામત સંબંધિત પસાર ન થતા એનડીએની મહિલા સાંસદોનું વિરોધ પ્રદર્શન

2026-04-17 22:43:08
Author: Chandrakant Kanoja
લોકસભામાં મહિલા અનામત સંબંધિત પસાર ન થતા એનડીએની મહિલા સાંસદોનું વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી: લોકસભામાં મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ પર મતદાન થયું હતું. જોકે, વિપક્ષે સાથ ના આપતા મહિલા  આ બિલો લોકસભામાં નામંજૂર થયા છે. જેની બાદ ગૃહની બહાર રાજકીય ગતિવિધિઓ તેજ  ગઈ હતી અને  એનડીએના મહિલા સાંસદોએ સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું  હતું.  

સંસદ સંકુલની અંદર વાતાવરણ ઉગ્ર બન્યું 

આ અંગે મળતી માહિતી મુજબ એનડીએની મહિલા સાંસદો સંસદના મકર ગેટ પર પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન કરતી વખતે સૂત્રોચ્ચાર કર્યા. સાંસદોએ જણાવ્યું કે તેઓ મહિલા અનામત અંગેના નિર્ણયના પરિણામથી અસંતુષ્ટ છે અને જાહેરમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ સંસદ સંકુલની અંદર વાતાવરણ ઉગ્ર બન્યું હતું  અને રાજકીય નિવેદનબાજી પણ તીવ્ર બની છે. એનડીએ સાંસદોએ બિલ પસાર ન થવા માટે વિપક્ષને જવાબદાર ઠેરવ્યો હતો. જ્યારે વિપક્ષે આરોપ લગાવ્યો કે  મહિલા અનામતની આડમાં  સરકાર  કાવતરું ઘડી રહી છે.

સરકારને કુલ 54 વોટ ઓછા પડ્યા

લોકસભામાં ત્રણ બિલો બંધારણ (131મો સુધારો) બિલ, 2026, કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારા) બિલ, 2026, અને સીમાંકન બિલ 2026   પર મતદાન થયું હતું. જેમાં જેમાં પહેલા રાઉન્ડમાં ચાલી રહેલા વોટિંગમાં પાસ કરવાના પક્ષમાં 278 અને વિપક્ષમાં 211 મત મળ્યા છે. સરકારને કુલ 54 વોટ ઓછા પડ્યા હતા.  જ્યારે  પહેલા રાઉન્ડમાં કુલ 489 લોકોએ મતદાન કર્યું હતું. આ બિલ પસાર કરવા માટે  ગૃહમાં બે તૃતીયાંશ સાંસદોના મત જરૂરી હતા. 

બિલ અંગે ઉગ્ર ચર્ચા થઈ 

લોકસભામાં મહિલા અનામત બિલ અને સીમાંકન બિલ અંગે  ઉગ્ર ચર્ચા થઈ હતી. વિપક્ષ સતત આ બિલોનો વિરોધ કરી રહ્યું હતું. અમિત શાહે જણાવ્યું હતું કે મહિલા અનામત સામે કોઈએ વાંધો ઉઠાવ્યો નથી. પરંતુ ઇન્ડી  ગઠબંધનના તમામ સભ્યોએ  જો અને પરંતુનો આશરો લઈને તેનો વિરોધ કર્યો છે. તેમજ  સીમાંકનનો વિરોધ કરી રહેલા  વાસ્તવમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકોમાં વધારાનો વિરોધ કરી રહ્યા છે.