નવી દિલ્હી : કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં સરકારે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ને 'ડીમ્ડ યુનિવર્સિટી' નો દરજ્જો આપ્યો છે. યુજીસીની ભલામણ બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એનસીઇઆરટીને એક અલગ શ્રેણી હેઠળ 'ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી' સંસ્થા તરીકે જાહેર કરી છે.આ અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ એનસીઇઆરટીને યુજીસી અધિનિયમ, 1956 ની કલમ 3 અનુસાર એક વિશેષ શ્રેણી હેઠળ આ દરજ્જો આપવામાં આવ્યો છે.
એનસીઈઆરટીને 'લેટર ઓફ ઇન્ટેન્ટ' જાહેર કરવાની ભલામણ કરી હતી
આ અંગે યુજીસીએ ચોક્કસ શરતોને આધીન, એનસીઈઆરટીને 'લેટર ઓફ ઇન્ટેન્ટ' જાહેર કરવાની ભલામણ કરી હતી. યુજીસી નિષ્ણાત સમિતિની ભલામણ પર વિચાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કમિશન દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. આ પરિપત્ર મુજબ "યુજીસી એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ, યુજીસી પોર્ટલ પર એક ઓનલાઈન અરજી અપલોડ કરવામાં આવી હતી જેમાં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) શ્રી અરવિંદો માર્ગ, નવી દિલ્હીને એક અલગ શ્રેણી હેઠળ 'ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી'નો દરજ્જો આપવા માંગ કરવામાં આવી હતી. આમાં છ સંસ્થાઓનો સમાવેશ થાય છે.
Union Ministry of Education, on the advice of the UGC, hereby declares National Council of Educational Research and Training (NCERT) as an Institution deemed to be University under distinct category
— ANI (@ANI) April 3, 2026
In a notification, the ministry says, "An online application was uploaded on… pic.twitter.com/ry15rgWChl
છ સંસ્થાઓનો સમાવેશ
જેમાં પ્રાદેશિક શિક્ષણ સંસ્થાન, અજમેર, રાજસ્થાન, પ્રાદેશિક શિક્ષણ સંસ્થાન, ભોપાલ, મધ્યપ્રદેશ, પ્રાદેશિક શિક્ષણ સંસ્થાન, ભુવનેશ્વર, ઓડિશા
પ્રાદેશિક શિક્ષણ સંસ્થાન, માનસગંગોત્રી, મૈસુર, કર્ણાટક, નોર્થ ઇસ્ટ રિજનલ શિક્ષણ સંસ્થાન, શિલોંગ, મેઘાલય અને પંડિત સુંદરલાલ શર્મા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એજ્યુકેશન, ભોપાલ, મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.
NCERT સ્વતંત્ર રીતે ડિગ્રી કાર્યક્રમો ઓફર કરી શકશે
આ બદલાવને લીધે હવે NCERT રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 સાથે સુસંગત રહીને શિક્ષક શિક્ષણ અને શૈક્ષણિક સંશોધનને મજબૂત કરવાના તેના પ્રયાસોના ભાગ રૂપે સ્વતંત્ર રીતે ડિગ્રી કાર્યક્રમો ઓફર કરી શકશે.
યુનિવર્સિટીઓ જેવો જ શૈક્ષણિક દરજજો અને વિશેષાધિકારો
ઉલ્લેખનીય છે કે, NCERTની સ્થાપના 1961 માં સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ શાળા શિક્ષણ સંબંધિત બાબતોમાં સરકારને મદદ કરવા અને સલાહ આપવા માટે કરવામાં આવી હતી. આ કાયદા અનુસાર, યુનિવર્સિટીઓ સિવાય, અભ્યાસના ચોક્કસ ક્ષેત્રમાં ખૂબ જ ઉચ્ચ સ્તરે કાર્યરત કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાને UGC ની ભલામણ પર કેન્દ્ર સરકાર દ્વારા 'ડીમ્ડ-ટુ-બી-યુનિવર્સિટી' જાહેર કરી શકાય છે. જે સંસ્થાઓને 'ડીમ્ડ યુનિવર્સિટી'નો દરજ્જો આપવામાં આવે છે તેઓ યુનિવર્સિટીઓ જેવો જ શૈક્ષણિક દરજજો અને વિશેષાધિકારો મળે છે.