મુંબઈઃ સાઉથ ભારતીય સિનેમાના નેચરલ સ્ટાર નાની (Nani) ની પેન-ઈન્ડિયા એક્શન થ્રિલર ફિલ્મ ‘ધ પૈરાડાઇઝ’ (The Paradise) રિલીઝ થતાં જ સિનેમાઘરોમાં પ્રેક્ષકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જોકે ફિલ્મ વિવેચકો તરફથી મુવીને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે પહેલા જ દિવસે કમાણીના તમામ સમીકરણો બદલી નાખ્યા છે. નાની અને રાઘવ જુયાલ (Raghav Juyal) સ્ટારર આ ફિલ્મે ભારતમાં જોરદાર શરૂઆત કરવાની સાથે વૈશ્વિક સ્તરે 2026 ની સૌથી સફળ ફિલ્મોની યાદીમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે.
વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર રૂપિયા 76.90 કરોડની કમાણી
કમાણીની વાત કરવામાં આવે તો, ‘ધ પૈરાડાઇઝ’ ફિલ્મે તેના પ્રથમ જ દિવસે વિશ્વભરમાંથી રૂપિયા 76.90 કરોડનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. આ સાથે જ વર્ષ 2026માં સૌથી વધુ નફો રળી આપનારી ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh) નો રેકોર્ડ પણ જોખમમાં મુકાઈ ગયો છે. અત્યાર સુધીના આંકડા મુજબ 2026માં પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ‘ધુરંધર 2’ અને યશની ફિલ્મ ‘ટોક્સિક’ બાદ ‘ધ પેરાડાઈઝ’ ત્રીજી સૌથી મોટી ગ્લોબલ ઓપનિંગ મેળવનાર ફિલ્મ બની ગઈ છે.
‘પેદ્દી’ અને ‘ધ રાજા સાહબ’ ફિલ્મને પણ નાનીએ માત આપી
આ શાનદાર કમાણી સાથે તેણે ‘પેદ્દી’ અને ‘ધ રાજા સાહબ’ જેવી બિગ બજેટ ફિલ્મોના ફર્સ્ટ ડે કલેક્શનને પણ પાછળ છોડી દીધા છે. ઓવરસીઝમાં રૂપિયા 22 કરોડની ઓપનિંગસાઉથ એક્ટર નાનીની ભારત બહાર, ખાસ કરીને ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં વિશાળ ફેન ફોલોઇંગ છે. ફિલ્મ ‘ધ પેરાડાઈઝ’એ માત્ર વિદેશી માર્કેટમાંથી જ પહેલા દિવસે રૂપિયા 22 કરોડનો મજબૂત બિઝનેસ કર્યો છે.
શું આ ફિલ્મ ‘હનુમાન અંશ’નો રેકોર્ડ તોડી શકશે?
કલેક્શનના મામલે આ ફિલ્મ આગામી દિવસોમાં ‘હનુમાન અંશ’ના કુલ વિદેશી કલેક્શનને પણ પાર કરી જશે. ભારતીય બોક્સ ઓફિસના ત્રિભાષીય કલેક્શનની વાત કરવામાં આવે તો, ભારતમાં આ ફિલ્મને હિંદી, તેલુગુ અને તમિલ એમ ત્રણ મુખ્ય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મનું દેશભરનું કુલ નેટ કલેક્શન 46.25 કરોડ રૂપિયા નોંધાયું છે. એક્શન અને થ્રિલરથી ભરપૂર આ ફિલ્મે તેલુગુ બેલ્ટમાં રેકોર્ડતોડ કમાણી કરી છે, જ્યારે હિંદી અને તમિલ વર્ઝનમાં પણ વીકેન્ડ દરમિયાન કલેક્શનમાં વધુ મોટો ઉછાળો આવવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે.